Wednesday 28 September 2022

The Indian Constitution and Secularism

 

લોકનિકેતનમાં દ્વિદિવસીય બંધારણ શિબિરમાં જનજાગૃતિચિંતન

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પ્રા. અશ્વિન કારીઆ અને ગિરીશ સુંઢિયાનું અંધશ્રદ્ધાનિવારણ અભિયાનની આગેકૂચ

·         બંધારણઘડતરથી લઈને વર્તમાન સુધીના ખટમીઠા ઘટનાક્રમનું મોકળામને મંથન

·         જસ્ટિસ કારીઆ અને સાંસદ ડૉ.અમી યાજ્ઞિકની હાજરીમાં સ્તક ત્રિવેણીનું લોકાર્પણ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat).

હમણાં ૨૪-૨૫ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન પાલણપુર પાસેના રતનપુરની લોકનિકેતન સંસ્થાના સંકુલમાં ૭૭ વર્ષીય ગુરુનામ ગુરુ પ્રાચાર્ય અશ્વિન કારીઆની પ્રેરણા થકી દ્વિદિવસીય બંધારણ શિબિરમાં બંધારણ, અદાલતો, ચુકાદાઓ અને લોકતંત્રની વર્તમાન સ્થિતિ તેમ ભારતના નાગરિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કઈ રીતે સ્વીકાર્ય બને, એનું અમૂલ્ય મંથનમાં ભાર વિનાનું ભાથું મળ્યું. માનવમૂલ્યો અને સચ્ચાઈની જીવંત સંસ્થા લોકનિકેતનમાં કુદરતી વાતાવરણને ખોળે  કિરણભાઈ અને ચૌલાબહેનનું સહજ યજમાનપદ અને આતિથ્ય સમગ્ર ગુજરાતના શિબિરાર્થીઓએ માણ્યું.વિવિધ વિષયો અંગેનાં સત્રો અને પ્રશ્નોત્તરીમાં યુવા પેઢી અને વડીલોએ એકસાથે વિશાળ સંખ્યામાં ઉત્સુકતાથી સહભાગી થવાનું પસંદ કર્યું. બંધારણ અને ન્યાયતંત્ર વિષયક ચર્ચા માત્ર સભાખંડમાં સીમિત નહોતી, પરંતુ ભોજન વિરામ પછી પણ સંકુલમાં વિવિધ જૂથો વચ્ચે પણ ચર્ચાઓ ચાલતી રહી. નિષ્ણાતો દ્વારા  બંધારણ અને ન્યાયતંત્ર વિષયક ચર્ચા  સાથે ત્રણ પુસ્તકોનું  લોકાર્પણ પણ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના વર્ષે નિવૃત્ત થયેલા જસ્ટિસ બિપીનકુમાર એન.કારીઆ અને રાજ્યસભા સાંસદ તથા ધારાશાસ્ત્રી ડૉ.અમીબહેન  યાજ્ઞિકની ઉપસ્થિતિમાં થયું. પુસ્તકત્રિવેણીમાં પ્રિ.અશ્વિન . કારીઆના બંધારણીય અને સંસદીય શબ્દકોશ, તથા ધર્મનિરપેક્ષતા (યાને બિનસાંપ્રદાયિકતા)શું છે?અને હિદાયતખાન પરમારના સાયબર ક્રાઈમ માર્ગદર્શિકાનો સમાવેશ હતો. બંધારણ શિબિરો અને અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમો વધુને વધુ યોંજાવા જોઈએ અને સામાન્ય પ્રજામાં સંદર્ભે જાગૃતિ આવે આવકાર્ય ગણાય. ગોધરા અને પાલણપુરની લો કોલેજના વર્ષો સુધી આચાર્ય રહેલા પ્રા. કારીઆ અને ગિરીશ સુંઢિયાના નેતૃત્વમાં દિશામાં ચલાવાતાં અભિયાનને વેગ મળે એવી અપેક્ષા ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી. શિબિરમાં સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી ડૉ.એમ.આર.ગોસાઈ, હાઇકોર્ટના ધારાશાસ્ત્રી  હર્ષ રાવલ, વરિષ્ઠ પત્રકાર ડૉ.હરિ દેસાઈ, નિવૃત્ત સનદી અધિકારી ડંકેશ ઓઝા, કર્મશીલ મનીષી જાની  વગેરે વક્તાઓ ઉપસ્થિત હતા.

સેક્યુલર -ધર્મનિરપેક્ષની સમજણ 

પ્રિ.કારીઆએ પોતાની નવપ્રકાશિત પુસ્તિકામાં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારથી સેક્યુલર હોવાની વિશાળ છણાવટ કરી છે. એના અંશો અહીં મૂકવા જેવા છે:  બંધારણીય સુધારા પૂર્વે શું ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હતું? બંધારણના ૪૨મા સુધારાથી આમુખમાં ધર્મનિરપેક્ષ, ‘સમાજવાદ, તેમજ 'અખંડિતતા' એમ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આથી કેટલાક વિચારકોનું માનવું છે કે ૧૯૭૬માં થયેલા બંધારણીય સુધારા બાદ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય બન્યું છે. વાસ્તવમાં માન્યતા ભૂલભરેલી છે. તેનું કારણ છે કે બંધારણ સભામાં બંધારણ ઘડતર સમયે ભારત પાકિસ્તાન વિભાજનના કારણે કોમી હૂતાશનની આગ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ફેલાયેલી હતી. લાખો નિર્દોષ નાગરિકોની કતલ થઇ,  તેને અનુલક્ષીને બંધારણ સભામાં પણ કેટલાક સભ્યોએ ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માગણી ઉઠાવેલ હતી, પરંતુ તેનો સ્વીકાર થયો હતો. કારણ કે કોઇ પણ અથવા દરેક બંધારણમાં નાગરિકો વચ્ચે પક્ષાપક્ષીનો નકાર અને સમાનતાનો સ્વીકાર તેના પાયામાં હોય છે.  ૪૨મા સુધારા અગાઉ ભારતનું બંધારણ ધર્મ નિરપેક્ષતાને વરેલું છે.કારણ કે શબ્દ ઉમેરાયા અગાઉ બંધારણના વિવિધ અનુચ્છેદોમાં ધર્મનિરપેક્ષ નીતિ પ્રગટ થયેલી છે.જેમકે (A) અનુચ્છેદ-૧૪ માં રાજ્ય તરફથી વ્યક્તિને સમાનતાનો (equality)નો અધિકાર અપાયેલ છે. એટલે કે ભારતની નિવાસી દરેક વ્યક્તિને ધર્મના કોઇપણ  જાતના ભેદભાવ વિના કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણની બાંયધરી  અપાયેલ છે. (B) અનુચ્છેદ-૧૫ અને ૧૬માં ધર્મ, જાતિ, વર્ણ, લિંગ કે જન્મસ્થાન પર ભેદભાવ કરવા સામે મનાઈ ફરમાવવામાં આવેલ છે. (C) અનુચ્છેદ-૧૯ ()(A) હેઠળ દરેક નાગરિકને ધર્મના ભેદભાવ વિના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર અપાયેલ છે.  (D) અનુચ્છેદ-૨૫ થી ૨૮માં દરેક વ્યક્તિને ધર્મસ્વાતંત્ર્ય અધિકાર, તેમજ ધાર્મિક સંસ્થાનોના વહીવટનો મૂળભૂત અધિકાર અપાયેલ છે. (E) અનુચ્છેદ-૪૪ થી સમાન નાગરિક સંહિતા (uniform civil code) પડવાની રાજ્યની ફરજ નિયત કરવામાં આવેલ છે.  (F) ભારતના બંધારણમાં ધારાસભ્ય, મુખ્ય પ્રધાન સહિત દરેક પ્રધાન, વડી અદાલત, તેમજ સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયમૂર્તિ, દરેક કેન્દ્રિય પ્રધાન, તેમજ રાષ્ટ્રપતિએ, પોતાનો હોદ્દો ગ્રહણ કરતાં અગાઉ બંધારણ તરફ વફાદારીના શપથ લેવાના હોય છે. શપથ ઇશ્વરના સોગંદ લઇને અથવા ઇશ્વરમાં માનતા હોય તેમણે સત્યપ્રતિજ્ઞા અનુસાર હોદ્દાના શપથ લેવાના હોય છે. વિકલ્પનો અર્થ થાય છે  કે ભારત ૪૨મા  બંધારણીય સુધારા અગાઉ પણ ધર્મનિરપેક્ષ રાજ્ય હતું,  (G) ‘લોકપ્રતિનિધિત્વ ધારો', (Representative of People Act.) ૧૯૫૧. કલમ-૧૨૩ જણાવે છે કે ચૂંટણીમાં કોઇપણ ઉમેદવાર ધર્મના નામે મત માંગી શકો નહીં. પ્રચાર કરી શકશે નહીં. જો કોઇપણ ઉમેદવાર તેમ કરતાં પકડાય તો ચૂંટાયેલા ધારાસભ્યને પણ ગેરલાયક ઠરાવવાની કાયદામાં જોગવાઇ કરવામાં આવી છે, આમ ૪૨ મા બંધારણીય સુધારા અગાઉ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાની દલીલ આધારભૂત નથી.”
ધર્મ, ધર્મ રાજ્ય અને ધર્મ નિરપેક્ષતા

ધર્મની સેંકડો પરિભાષાઓ અપાયેલ છે. આપણે જાણવું જોઇએ કે ભારતના બંધારણમાંધર્મનિરપેક્ષતા શબ્દમાંધર્મ' કયા અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. આપણે ધર્મની અનેક પરિભાષાઓમાં ઉત્તરવાને બદલે તેના સૌથી લોકપ્રિય ચાર અર્થો વિશે જાણીએ. .સ્વભાવ .કર્તવ્ય કરજ . મઝહબ, ૫૫ . આધ્યાત્મિક સાધના.એના પ્રથમ અર્થમાં ધર્મ એટલે સ્વભાવ. જેમકે અગ્નિનો સ્વભાવ બાળવાનો  છે. પાણીનો સ્વભાવ તરસ છીપાવવાનો છે. પદાર્થના ગુણધર્મની વાત થઇ.બંધારણને અર્થ સાથે કોઇ નિસ્બત નથી. તેના બીજા અર્થમાં ધર્મ એટલે માનવીનું કર્તવ્ય અથવા ફરજ. જેમ કે,  પિતાની કુટુંબનું ભરણપોષણ કરવાની ફરજ છે. દરેક કર્મચારીની નિષ્ઠપૂર્વક કામ  કરવાની ફરજ છે. શિક્ષકની ફરજ ભણાવવાની છે. ડ્રાઇવરની ફરજ સલામતીપૂર્વક વાહન ચલાવવાની છે. અર્થમાં પણ ધર્મ શબ્દ બંધારણમાં પ્રયોજાયેલ નથી. તેના ત્રીજા અર્થમાં ધર્મ એટલે પંથ અથવા મઝહબ. ભારતમાં મુખ્ય ચાર ધર્મો ઉપરાંત શિવ ધર્મ,  સ્વામીનારાયણ ધર્મ, અખાડાપંથ, નિરંકારી પંથ, એવા અનેક પંધો અસ્તિત્વ ધરાવે છે. ભારતનું બંધારણ અર્થમાં ધર્મનિરપેક્ષ રાજ્ય છે. રાજ્ય  કોઇપણ મઝહબ કે પંથની તરફેણ કરી શકે નહીં, કોઇ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં, અને તેથી ભારતના બંધારણ અનુચ્છેદ-૨૫થી દરેક વ્યક્તિને ધર્મસ્વાતંત્ર્યનો  મૂળભૂત અધિકાર અપાયો છે. ધર્મસ્વાતંત્ર્ય અધિકારમાં પોતાની પસંદગીનો ધર્મ પાળવા કે પાળવાનો ધર્મનો પ્રસાર, કરવાનો વગેરેનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સ્વામી વિવેકાનંદ, જે. કૃષ્ણમૂર્તિ, મહર્ષિ અરવિંદ તેમજ એની બેસન્ટ જેવા વિદ્વાનો ધર્મને ઊંચાઇ પર લઇ ગયા. તેઓ કોઈ પરંપરાગત ધર્મમાં માનવાના બદલે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં લાગેલા હતા. ભારતીય બંધારણમાં ધર્મનિરપેક્ષતા' શબ્દમાં 'ધર્મ' અર્થમાં પ્રયોજાયેલ નથી. આમ, આપણે ધર્મનિરપેક્ષતા' શબ્દમાં ધર્મ કયા અર્થમાં બંધારણમાં પ્રયોજાયેલ છે તે બાબતે સ્પષ્ટ થયા.

બંધારણના મૂળભૂત માળખાનો ભાગ
૧૯૬૦ના દાયકામાં મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સંસદને સત્તા છે કે કેમ તે બાબતે વિવાદ થયો હતો. ગોલકનાથ કૈસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ કે સંસદને મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા નથી. પાછળથી કેશવાનંદ ભારતીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોલકનાથ કેસનો નિર્ણય ઉલટાવી નાખ્યો હતો અને ઠરાવેલ કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, ઘટાડો કરી શકે. વધુમાં સર્વોચ્ચ અદાલતે કેસમાં ‘‘મૂળભૂત માળખા''નો સિદ્ધાંત (Doctrine of Basic Structure) સ્થાપિત કરીને ઠરાવેલ કે સંસદ મૂળભૂત માળખામાં તો ક્યારેય ફેરફાર કરી શકે નહીં. કેસમાં મૂળભૂત માળખાની વ્યાખ્યા આપવામાં આવી નથી. પરંતુ કેટલાંક તત્વો (elements)ને સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાં તરીકે ઠરાવે છે. તત્વોમાં લોકશાહી, પ્રજાસત્તાક, કાયદાનું શાસન, પ્રજાસત્તાક સાથે ધર્મનિરપેક્ષતાને પણ મૂળભૂત માળખાને આવશ્યક તત્વ ગણેલ છે. આમ, સર્વોચ્ચ અદાલતના નિર્ણય પ્રમાણે ધર્મનિરપેક્ષ મૂળભૂત માળખાનું અગત્યનું તત્વ હોવાથી તેમાં ફેરફાર થઇ શકે નહીં.”
ધર્મનિરપેક્ષતા માનવવાદનો ભાગ

માનવવાદી વિચારસરણી કદાચ ઘણા માટે નવી વિચારસરણી લાગતી હશે, પરંતુ વિચારસરણીનાં મૂળ ઘણાં ઊંડા છે. તેના પાયાના સિદ્ધાંતો છે કે માનવવાદ કોઇ દેવી કે ઇશ્વરી તત્વના અસ્તિત્વનો ઇન્કાર કરે છે. કોઇ પણ ધર્મ અને તેના ઉપદેશોની મદદ સિવાય મનુષ્ય નૈતિક, પ્રમાણિક અને સદાચારવાળું જીવન જીવી શકે છે, તેવો દૃઢ વિશ્વાસ ધરાવે છે. આવા વિચારો માનવજાત પાસે હજારો વર્ષોથી છે, પરંતુ તેને માનવવાદ તરીકે વીસમી સદીથી ઓળખવાનું શરૂ થયું. જેમ માનવ સમાજનાં માનવીઓ ઇશ્વર અને દેવી પરિબળોમાં વિશ્વાસ ધરાવેછે તેમ તેમની સાથે તે સમય અને કાળમાં એવાં મનુષ્યો હતા કે જેઓ ઇશ્વરના અસ્તિત્વ અંગે સંશયવાદી હતા, તેમજ ઇશ્વરી તત્વોના અસ્તિત્વ અંગે વિશ્વાસ ધરાવતા હતા. તેઓ વિશ્વમાં બનતી ઘટનાઓને કુદરતી નિયમોને આધીન ગણતા હતા. તે રીતે ઘટનાઓનું અર્થઘટન કરી સમજાવતા હતા. ધર્મનિરપેક્ષ વ્યક્તિ માનવીયવ્યવહારોને આધારે માનવ જીવન સારું અને સમૃદ્ધ બની શકે છે. સમગ્ર માનવ ઇતિહાસમાં એવા અસંખ્ય  દાખલાઓ છે કે જેમને ઇશ્વરના અસ્તિત્વ અને સત્તાને પડકારતા માનવ મરજીવાઓને ધર્મના ટેકેદારો અને ટેકેદારોએ ખૂબ ત્રાસ આપ્યો છે, ફેલાવો અને પડકાર, રંજાડ્યા છે અને મારી નાખ્યા છે, કારણ કે સંશયવાદી અને માનવવાદી વિચારોનો ધાર્મિક, રૂઢિચુસ્તોના સીધા અસ્તિત્વ સાથે સંલગ્ન હતો. આવા લોકોનો ત્રાસ અને
સમાજ ઉપર તેમની પકડ એટલી બધી હતી કે, માનવવાદીઓ ખુલ્લામાં, જાહેરમા પોતાની વાત રજૂ કરતા ડરતા, ફક્ત ખાનગીમાં અંગત કે વ્યક્તિગત પ્રચાર કરતા. આવો સતત જીવનો ભય હોવા છતાં, છેલ્લા પાંચ હજાર વર્ષથી વિચારોને ૨૧મી સદી સુધી , માનવોએ ટકાવી રાખ્યા છે.ભારત, ચીન,ગ્રીસ,રોમ તથા મુસ્લિમ દેશોમાં વિચારો અસ્તિત્વમાં આવ્યા હતા.તેમજ તેમનો સંગ્રહ થયો હતો. “

ધર્મનિરપેક્ષતા  એટલે સર્વધર્મસમભાવ ?

કેટલાક વિચારકો ધર્મનિરપેક્ષતાનો અર્થ સર્વધર્મ સમભાવ કરે છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થના કરાવતા હતા. ખાસ કરીને બાબતમાં વિનોબાજીના વિચારો જાણીએ. વિનોબા કહે છે. સેક્યુલર' શબ્દ વિશે સ્પષ્ટ સમજ કેળવી લેવાની જરૂર છે. સેક્યુલરનો અર્થ ધર્મવિહીન એવો તો હોઇ શકે. તેને ધર્માતીત પણ કહી શકાય. ધર્મની બહારનું અથવા ધર્મ સાથે જેને કોઇ સંબંધ નથી, એવું પણ કહી શકાય, કેમ કે ધર્મનાં જે અનેક લક્ષણો છે તેના વિના તો સમાજનું ધારણ-પોષણ થઈ શકે, વ્યક્તિના જીવનની ઉન્નતિ થઇ શકે, 'સેક્યુલર સ્ટેટ' એટલે શું? એના રાજ્યમાં કોઇ ધર્મ નહીં હોય? મારું એમ માનવું છે કે ઘણી બધી ગેરસમજો ઊભી થાય છે અને વળી કિસ્સમાં તો એક વિદેશી શબ્દને કારણે વધારે ગેરસમજ થઇ છે. આપણે ત્યાં અમુક લોકોનું બધું ચિંતન અંગ્રેજીમાં ચાલે છે, તેને આપણી ધરતી સાથે સંબંધ નથી હોતો. પછી તેનો તરજુમો કરવો પડે છે. અને કોઇપણ ભાષાનોતરજુમો બીજી ભાષામાં એકદમ બરાબર થઇ શકતો નથી. એટલે વિદેશી શબ્દ યથાર્થ ભાવ વહન કરી શકતો નથી. આપણી ભૂમિનાં સંતાનોને સમજાવવા માટે આપણી ભૂમિનો શબ્દ જોઇએ. કોઈ રાજ્ય જો પોતાને સેક્યુલર જાહેર કરશે તો રાજ્ય ધર્મ-નિરપેક્ષ રાજ્ય હશે. પરંતુ ધર્મનિરપેક્ષ' એટલે ધર્મહીન નહી, માત્ર બિનસાંપ્રદાયિક એટલું . એટલે કે તે રાજ્ય કોઇપણ વિશેષ સંપ્રદાય સાથે જોડાયેલું નથી. ધર્મનિરપેક્ષ રાજ્યપણ ખરું જોતાં સમાજનું ધારણ-પોષણ કરનારા ધાર્મિક સિદ્ધાંતોને તો ઉવેખી શકે નહીં. તેથી સેક્યુલર સ્ટેટ' અર્થ ધર્મવિહીન રાજ્ય એવો કદાપિ હોઇ શકે. તે બિન- સાંપ્રદાયિક રાજ્ય છે, એટલે કે કોઇ એક સંપ્રદાય સાથે જોડાયેલું રાજ્ય નથી. તેનો કોઇ એક રાજ્યમાન્ય ધર્મ નથી, તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. આટલો
સેક્યુલર'નો અર્થ થાય છે. સેક્યુલરીઝમ' એટલે ધર્મહીનતા નહીં પણ પરિશુદ્ધ ધર્મ-ભાવના, ધર્મ-પરામુખતા નહીં પણ સર્વ ધર્મો માટે પોતીકાપણાનો ભાવ. તેથી બધા ધર્મોનો સમન્વય થયો જોઇએ.વિનોબાજીએ ખરું કહ્યું છે કે ધર્મનિરપેક્ષ રાજ્ય એટલે બિનસાંપ્રદાયિક રાજ્ય. તેમના મતે આવું રાજ્ય કોઇ એક સંપ્રદાય સાથે જોડાયેલું રાજ્ય નથી. તેનો કોઇ રાજ્ય માન્ય ધર્મ નથી. તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. અહીં સુધી વિચારસરણી બરાબર છે, પરંતુ ધર્મનિરપેક્ષ રાજ્યને સર્વધર્મ સમભાવ સાથે સરખાવવાની વાત બરાબર જણાતી નથી. ધર્મનિરપેક્ષ રાજ્ય ધર્મ તરફ નિરપેક્ષ છે, એટલે કે તટસ્થ  છે.”

ભારત ધર્મનિરપેક્ષ કે પંથનિરપેક્ષ ?

હમણાં હમણાં ધર્મનિરપેક્ષતા (Secularism)નું ભાષાંતર ધર્મનિરપેક્ષતાના બદલે પંથનિરપેક્ષતા થવા લાગ્યું છે. એવો પ્રચાર પણ  થઇ રહ્યો છે કે ભારત ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ પંથનિરપેક્ષ છે. ધર્મનિરપેક્ષતા ભાષાંતર બરાબર છે. પંથનિરપેક્ષતાના સમર્થકો એમ પ્રચાર કરવા ચાહે છે કે ભારત ધર્મને વરેલું છે. દેશ દરેક ધર્મ તરફ સમભાવ રાખે છે અને તેને પંથ સાથે નિસ્બત નથી. ખરેખર પ્રચારકો બંધારણના ધર્મનિરપેક્ષતાનું પોત નબળું બનાવી રહ્યા છે. આમેય, દેશમાં ધર્મનિરપેક્ષતામાં સર્વધર્મ સમભાવના નામે ઘણી ભેળસેળ થઇ રહી છે. પ્રચારથી તેને સમર્થન પ્રાપ્ત થાય છે અને ધર્મનિરપેક્ષનીતિમાં ગાબડાં પડી રહ્યાં છે. વાસ્તવમાં ભારત પંથનિરપેક્ષ નહીં, પરંતુ ધર્મનિરપેક્ષ દેશ છે.”

બે દિવસની બંધારણ શિબિરમાં સહભાગી થતાં અમારા પણ કેટલાક ભ્રમોનું નિવારણ પ્રિ.કારીઆ દ્વારા થયું અને સવિશેષ તો સેક્યુલર કે ધર્મ નિરપેક્ષતા સંદર્ભે એમણે એમની પુસ્તિકામાં અને વ્યાખ્યાનમાં રજૂ કરેલી બાબતો પ્રત્યેક નાગરિક માટે ખરા અર્થમાં પાથેય બની રહે એવું અનુભવાયું. આવી બંધારણ શિબિરો વધુને

 

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨)

 

No comments:

Post a Comment