સૂતા સેજે રઘુવીર મરકે રે,
સેવા કાજ પટરાણીઓ ફરકે રે

ક્યારેક ગુજરાતી સાહિત્ય પરિષદ પર “વાંકદેખા સ્વઘોષિત ન્યાયાધીશ” રઘુવીર ચૌધરીની મક્તેદારી મનાતી હતી એ ૧૯૯૭ના યુગમાં અમારા ગુરુ નિરંજન ભગતના અધ્યક્ષસ્થાને વડોદરામાં ચં.ચી.મહેતા સભાગૃહમાં યોજાયેલા ગુસાપના અધિવેશન ટાણે મુંબઈના ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના દૈનિક “સમકાલીન”ની ( તંત્રી હરિ દેસાઈના માર્ગદર્શનમાં પૂર્તિ સંપાદક દિવ્યાંગ શુક્લે તૈયાર કરેલી) “સાહિત્યપર્વ” વિશેષ પૂર્તિનું પ્રકાશન ૨૭ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ થયું હતું. હમણાં જામજોધપુરના લોક-સંતસાહિત્યકાર, વિવેચક અને સંપાદક મનોજ રાવલ જેવા એફ્બી મિત્ર સાથેની ચર્ચા  નિમિત્તે વડોદરાના એ અવસરનું સ્મરણ તાજું થયું. એ પૂર્તિ અને કેવી મોકળાશથી સ્વસ્થ ડિબેટ થઇ શકે એનો, અમને લાગતો, આદર્શ નમૂનો સાહિત્યરસિકો અને વાંચકોના લાભાર્થે અમને શેયર કરવાનું સૂઝ્યું. 

 આ પૂર્તિમાં જેમની પાસે અમે લખાવ્યું હતું એમના લેખ અને લેખકોની યાદી આ મુજબ છે: (૧) ગુજરાતી સાહિત્ય પરિષદ ગરીબ કી જોરુ છે?- વિનોદ ભટ્ટ  (૨) સૂતા સેજે રઘુવીર મરકે રે, સેવા કાજ પટરાણીઓ ફરકે રે - લાભશંકર ઠાકર (૩) રઘુવીર સોઇઝાટકીને કહે છે, હું કિંગમેકર નથી, કોઈકે રખેવાળનું કામ કરવું જ પડે! – વિકાસ ઉપાધ્યાય (૪) રઘુવીર જેવા સહિત્યકારણીની નિશ્રામાં પરિષદ સલામત, બાકી પનાખાઉઓં કા ક્યા કહના- રજનીકુમાર પંડ્યા (૫) બોદા બળવાખોરોથી ગાડાં વળે નહીં - હરિ દેસાઈ (૬) ગુજરાતી સાહિત્ય પરિષદ: રણજિતરામ વાવા ભાઈ મહેતાથી નિરંજન નરહરિ ભગત સુધી – રઘુવીર ચૌધરી  (૭) આત્મચિકિત્સાની આદત - મનુભાઈ પંચોળી ‘દર્શક’ (૮) આપણે વ્યક્તિને બદલે સંસ્થાને ગૌરવ આપતાં શીખવું જોઈએ - ડૉ.પ્રદીપ પંડ્યા (૯) ૧૯૪૩માં વડોદરા ખાતે યોજાયેલું ગુ.સા.પ.નું અધિવેશન વાસ્તવમાં ભવ્ય હતું - રાજેન્દ્ર પાઠક (૧૦) સ્વાતંત્ર્યની સુવર્ણજયંતી અને સાહિત્યજગત સામેના પડકાર – બટુક દેસાઈ (૧૧) લોકસાહિત્ય : માનવજીવનનો ધબકાર – રાઘવજી રૈયાણી (૧૨) સાહિત્યને સમાજાભિમુખ બનાવવાના સંકલ્પ જ ક્યાં છે – જોસેફ મેકવાન (૧૩) અમદાવાદની પ્રાઇવેટ લિમિટેડ કું.- દિનકર જોષી (૧૪) સાહિત્ય એટલે શું માત્ર ‘પાંચ-સાત શૂરાનો જયકાર’ જેવી પ્રવૃત્તિ? – ભગવતીકુમાર શર્મા. 


0 Comments