Thursday 5 October 2017

Congress Premier Dr. Khare joined the Enemy Camp

Congress Premier Dr. Khare joined the Enemy Camp
કૉંગ્રેસી પ્રીમિયર ડૉ.ખરેએ દુશ્મનછાવણીને વહાલી કરી 
ડૉ.હરિ દેસાઈની લંડનથી પ્રકાશિત “ગુજરાત સમાચાર” સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૭ ઓક્ટોબર ૨૦૧૭
વેબ લિંક : http://bit.ly/2gbjwIO
·      રાજકીય સત્તાપિપાસા વ્યક્તિને કેટલી હદે લઈ જાય છે એનાં આધુનિક ભારતનાં ઉદાહરણો જોયા પછી ક્યારેક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો એનાથી પણ વરવાં દૃશ્યો જોવા મળે છે. બ્રિટિશ ઇંડિયાના મધ્ય પ્રાંત અને બરારના ૧૯૩૭-૩૮માં કૉંગ્રેસી પ્રીમિયર ડૉ.નારાયણ ભાસ્કર ખરેએ પોતાનાં કરતૂતોના પરિણામે હોદ્દો છોડવો પડ્યો ત્યારે એ વેળાના સૌથી પ્રભાવી કોંગ્રેસી નેતા અને સંસદીય બોર્ડના અધ્યક્ષ સરદાર પટેલ જ નહીં, મહાત્મા ગાંધી અને કૉંગ્રેસ પર પણ કાદવઊછાળ કરીને નાગપુરના આ તબીબ-રાજનેતા કૉંગ્રેસની દુશ્મનછાવણીમાં જઈને બેઠા એટલું જ નહીં, અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની માગણી કરી રહેલા મુસ્લિમ લીગના સુપ્રીમો મોહમ્મદ અલી ઝીણા સાથે મળીને ફરી પ્રીમિયરપદ મેળવવા હિંદુ મહાસભાના આ નેતાએ રીતસર કાકલૂદી કરી હતી !
·      વર્ધા ખાતે કૉંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં મળેલી કૉંગ્રેસ કારોબારીએ ડૉ. ખરેને પાણીચું આપવાનું ઠરાવ્યું ત્યારે એમણે સરદાર પટેલ પર દ્વેષભાવના આક્ષેપો કરવાનું શરૂ કર્યું. આ વેળા નેતાજી બોઝ સરદાર પટેલના પડખે અડીખમ રહ્યા હતા. અને ડો. ખરે સાથે કોઈ ભેદભાવયુક્ત વર્તન નહીં થયાનું એમણે જાહેર કર્યું હતું.

·       સરદારે હિંદુ મહાસભા સાથે સંકળાયેલા અલવરના મહારાજા સર તેજસિંહ અને દીવાન ડૉ. ખરે બેઉને તાકીદ કરી હતી કે કોઈ પણ ભોગે રાજ્યમાં કોમી એખલાસની સ્થિતિ જાળવવામાં આવે. 
જોકે એ જ ગાળામાં ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થતાં અને અલવર સાથે હત્યારા નાથુરામ ગોડસેના તાર મળતા હોવાથી મહારાજા અને દીવાન બેઉને ફરજિયાતપણે દિલ્હીમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા.  

No comments:

Post a Comment