સડતા અંગને કાપી ફેંકવું પડેઃ પાકિસ્તાન વિશે
સરદાર પટેલ
લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૯ ડિસેમ્બર ૨૦૧૭
·
નવાઈ લાગે એવી વાત છતાં હકીકત છે કે સરદાર પટેલે ૨૫
ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે ભારતના ભાગલા સિવાય આરો નહીં હોવાનું કબૂલ્યું હતું. ભારતના
ભાગલા માટે મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગ પાર્ટી ઉહાપોહ મચાવી હતી. એણે ઘણાં
ત્રાગાં પણ કર્યાં. અંગ્રેજોને પણ કોંગ્રેસની સ્વાતંત્ર્ય ચળવળમાં સુરંગો મૂકવા
માટે મુસ્લિમ લીગના ઝીણાને અને હિંદુ મહાસભાને સાધવાનું ફાવી ગયું હતું.
કોમ્યુનિસ્ટો પણ અંગ્રેજ સરકારના પેરોલ પર રહીને હિંદુ મહાસભાના કેટલાક નેતાઓની
જેમ જ બ્રિટિશ સરકારને અનુકૂળ માહોલ સર્જવાની વેતરણમાં હતા. કોંગ્રેસી અગ્રણીઓ
જેલવાસ ભોગવતા હતા એવા સમયે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગવાળા મળીને બંગાળ, સિંધ અને વાયવ્ય
પ્રાંતમાં સંયુક્ત સરકાર ચલાવીને બ્રિટિશ હાકેમોની કુરનિશ બજાવતા હતા.
·
સરદારનું અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર લખનાર રાજમોહન
ગાંધીએ તારવ્યું છે કે ૨૫ ડિસેમ્બર ૧૯૪૬ સુધીમાં સરદાર એવા મત પર આવ્યા હતા કે
ઝીણાને ખપતું મુસ્લિમો માટેનું પાકિસ્તાન એમને આપીને રોજિંદા ત્રાસમાંથી મુક્ત
થવું જોઈએ. એમણે એ દિશામાં વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનના બંધારણીય સલાહકાર અને પછીથી
સરદારના અખત્યાર હેઠળના રિયાસતી ખાતાના સચિવ થયેલા વી. પી. મેનન સાથે ભાગલા સંબંધી
યોજનાની ચર્ચા કરીને એને સંમતિ પણ આપી હતી. જોકે, મહાત્મા ગાંધી તો છેક સુધી
અંધારામાં જ હતા.
·
ભારત અને પાકિસ્તાન અલગ કર્યા પછી રજવાડાંને પણ
મુક્ત જાહેર કરીને અંગ્રેજો કુટિલ ચાલ રમ્યા, પણ સરદાર પટેલના અથાગ પરિશ્રમને પગલે ભારતનો
વર્તમાન નકશો અસ્તિત્વમાં આવ્યો. એટલે જ સરદારને અખંડ ભારતના શિલ્પી ગણવામાં આવે
છે. ૫૬૫ રજવાડાંને ભારતમાં વિલીન કરવાના ભગીરથ કાર્ય માટે એમને લાખ લાખ વંદન.
No comments:
Post a Comment