Thursday 30 November 2017

The Maharajas , Sex scandles and Blackmail

મહારાજાઓને પણ સેક્સકૌભાંડોથી બ્લેકમેઈલ કરાતા
બરોડાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ અને જમ્મૂ-કાશ્મીરના શાસક હરિ સિંહએ લાખોની ચૂકવણી કરવી પડી હતી

લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨ ડિસેમ્બર ૨૦૧૭
 વેબ લિંક :  http://bit.ly/2zRCZu5    

·         આજકાલ રાજકારણમાં અમુકતમુક રાજનેતા કે આંદોલનકારીની સેક્સ સી.ડી. બહાર પાડીને એમના મનોબળને તોડવાના કે વશ કરવાના હીન કક્ષાના પ્રયાસો થાય છે. જોકે, આવા કારનામાં અત્યારે જ થાય છે એવું નહીં, આ તો પરંપરા ઘણી જૂની છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે પણ રાજા-મહારાજાઓ કે નવાબોને દબાવવા, વશ કરવા કે તેમની કનેથી નાણાં પડાવવા માટે આવાં સેક્સકૌભાંડોનો સહારો લેવાતો હતો.
·         કાછડીછૂટા રાજા-મહારાજાઓને લંડન જાય ત્યારે ગોરી મેડમો સાથે ફાગ ખેલવાનું આકર્ષણ થતું અને એમાંથી જન્મતા વિષચક્રમાં એ એવા તે ફસાતા કે બદનામીને ખાળવા માટે એ વેળા લાખો રૂપિયા ઢીલા કરવા પડતા કે પછી બ્રિટિશ શાસકોને કરગરીને પોતાની બદનામી થાય નહીં એવા પ્રયાસોમાં મદદ માંગવી પડતી અને છતાં ષડયંત્રકારો તો મહારાજાઓને એવા ભીંસમાં લેતા કે લંડનની અદાલતના ખટલાઓમાં ભેરવી જ દેતા. 
·         ઘરઆંગણે મસમોટાં જનાનખાનાં અને અનેક રાણીઓ ધરાવનારા રાજા-મહારાજા કે નવાબોને લંડનમાં ગોરી મેડમોના બાહુપાશમાં ભીડવવાના કાવતરાંમાં ક્યારેક તો એમના જ દરબારીઓ કે સ્ટાફના ગોરા અધિકારીઓ જ ફસાવતા હતા. ઘરઆંગણે મસમોટાં જનાનખાનાં અને અનેક રાણીઓ ધરાવનારા રાજા-મહારાજા કે નવાબોને લંડનમાં ગોરી મેડમોના બાહુપાશમાં ભીડવવાના કાવતરાંમાં ક્યારેક તો એમના જ દરબારીઓ કે સ્ટાફના ગોરા અધિકારીઓ જ ફસાવતા હતા. 
·         મહારાજા ગાદીનશીન થયા એના આગલા વર્ષે એટલે કે ૧૯૨૪માં લંડનમાં એક ગોરી મેડમ સાથે સફર કરવાની મજા એમને એટલી ભારે પડી કે પેલી મહિલા અને એના કાવતરાંખોર સાથીઓને રૂપિયા ૪૫ લાખ ખટાવ્યા છતાં મામલો અદાલતે ગયો એટલું જ નહીં, બ્રિટિશ સરકારે મહારાજાનું નામ બહાર ના આવે એ માટે એમના પર કૃપા કરવાની કોશિશ કર્યાં છતાં એનો ભંડો ફૂટી જ ગયો અને છેવટે બ્રિટિશ સરકારે જ પેલું ગુપ્ત રખાયેલું મહારાજા હરિ સિંહનું નામ દુનિયાભરમાં ચમકાવી દેતું નિવેદન કર્યું.  

·         બરોડાના મહારાજાનું પેલું સેક્સકાંડબન્યાનું એમના પ્રપૌત્ર અને બરોડાના મહારાજા ફત્તેસિંહરાવે પણ સયાજીરાવની જીવનકથામાં નોંધ્યું છે. સયાજીરાવે બદનામીને ખાળવા માટે ઘણી મોટી રકમ વળતર તરીકે ચૂકવી છતાં એમની બદનામી તો થઈને રહી હતી, કારણ એ પણ મહારાજાને વશ કરવાનું કાવતરું જ હોવું ઘટે.

No comments:

Post a Comment