Heartless Tyrant Aurangzeb fell in Love Twice
પાષાણહૃદય
ઔરંગઝેબ પણ પ્રેમમાં પાગલ થયો હતો
ડૉ.હરિ દેસાઈની
લંડનથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માં સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૧૧
નવેમ્બર ૨૦૧૭
·
ત્રણ-ત્રણ ભાઈઓને
મોતને ઘાટ ઉતારીને દિલ્હીના તખ્ત પર બેઠાની વાતનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જોકે, ભાઈઓ અને બાપને મોતને ઘાટ ઉતારીને શાસનની
ધૂરા હાથમાં લેનારા હિંદુ શાસકોની સંખ્યા પણ મોટી છે. સમ્રાટ અશોક પોતાના સો
ભાઈઓની કત્લેઆમ કરાવીને ગાદીએ બેઠાની વાત તો જાણીતી છે.
·
દખ્ખણના સૂબા તરીકે
આ શાહજાદાને સંગીત અને નૃત્યનો એટલો જ શોખ હતો. પ્રેયસી ખાતર શરાબ પીવા તૈયાર થઈને
પોતાની દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા તોડવા પણ એ તૈયાર થયો હતો! સામાન્ય રીતે
પથ્થરદિલ ગણાતો આ મુઘલ બાદશાહ ખરેખર કોઈના પ્રેમમાં પડવા જેટલો રોમેન્ટિક હતો કે
કેમ એની તપાસ આદરવામાં આવે તો એ એક વાર નહીં, પણ બબ્બે વાર પ્રેમમાં પડ્યો.
·
એણે કોઈ સુંદરીને
મધુર સ્વરમાં ગીત ગાતાં ગાતાં આંબાની ડાળેથી કેરી તોડતાં નિહાળી અને એ બસ જોતો જ
રહ્યો. પહેલી દૃષ્ટિનો એ પ્રેમ કહી શકાય એ યુવતીને નિહાળીને એ જાણે હોશકોશ ખોઈ
બેઠો. એના પગ લથડિયાં ખાઈ રહ્યા હતા.
·
એણે છત્તરબાઈને
સૈફના જનાનખાનામાં મોકલી અને સાટામાં હીરાબાઈને મેળવી. હીરાબાઈએ તો શાહજાદાને
પોતાના માટે કેટલો પ્રેમ છે એ જાણવા-નાણવા શરાબની પ્યાલી ધરી તો શાહજાદો એ પીવા
તૈયાર પણ થઈ ગયો, પણ હીરાબાઈએ એ
ખેંચી લીધી.
·
રૂપરૂપનો અંબાર એવી રાના-એ-દિલ
ઔરંગઝેબને વશ ના થઈ. બાદશાહ જબરદસ્તી કરી શક્યો હોત, પણ
એણે રાના-એ-દિલને સ્વેચ્છાએ પોતાના જનાનખાનામાં સામેલ કરવી હતી. એ ખરેખર તો એના
પ્રેમમાં પડ્યો હતો પણ રાનાએ સાફ ઈનકાર કર્યો, ત્યારે
બાદશાહએ તેને ભાઈની વિધવાનું પેન્શન બાંધી દીધું.
No comments:
Post a Comment