Friday 24 November 2017

Gandhiji was Opposed to Inter-religious and Inter-caste Marriages

Gandhiji was Opposed to Inter-religious and Inter-caste Marriages
ગાંધીજીને વિધર્મી અને આંતરજ્ઞાતીય લગ્નો અમાન્ય

લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં ડૉ.હરિ દેસાઈની સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨૫ નવેમ્બર ૨૦૧૭   વેબ લિંક :  http://bit.ly/2jfYJ7K          બ્લોગ :  haridesai.blogspot.com
                                                     
·         ભારતના રાષ્ટ્રપિતાની જનસેવાને લાખ-લાખ સલામ, પણ લગ્નો વિશેના એમના વિચારોને સમાજનો મોટા ભાગનો વર્ગ ગ્રાહ્ય રાખી શકે નહીં એટલી હદે એ રૂઢિચુસ્ત હતા. હિંદુ અને મુસ્લિમનાં લગ્નને એ અધર્મ લેખતા હતા એટલું જ નહીં, આંતરજ્ઞાતીય લગ્નો અંગે પણ એમનો મત પ્રતિકૂળ જ હતો.
·         બાર-બાર વર્ષના લાંબા સમય સુધી મણિલાલ અને ફાતિમાનો જીવ મળ્યો હોય અને લગ્ન કરવાની ઈચ્છા સેવી હોય ત્યારે પ્રગતિશીલ ગણાતા બાપુ થકી એને ક્ષણિક આવેગગણી નાંખવામાં આવે ત્યારે કેવો ધ્રાસ્કો પડે. છતાં મણિલાલ મા-બાપે કહ્યું એ કન્યા સુશીલા સાથે અકોલામાં પરણી ગયા.

·         પોતાના દીકરાને મુસ્લિમ કન્યા સાથે લગ્ન નહીં કરવા દેનાર મહાત્માએ હુમાય કબીર (દેશના શિક્ષણપ્રધાન અને જ્યોર્જ ફર્નાન્ડિસના સસરા)ને બંગાળી હિંદુ કન્યા સાથે લગ્ન કરવા માટે આશીર્વાદ આપ્યા હતા. એમ તો વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પિતરાઈ બી. કે. નેહરુને હંગેરીની યહૂદી યુવતી સાથે લગ્ન માટે પણ આશીર્વાદ આપ્યા હતા. નેહરુ-કન્યા ઈંદિરાને પારસી યુવક ફિરોઝ ગાંધી સાથે લગ્ન કરવા માટે પણ મહાત્માએ અનિચ્છાએ આશીર્વાદ આપવા પડ્યા હતા.  

No comments:

Post a Comment