Monday 30 May 2022

Mandal-Kamandal Era Again

 ફરી મંડળ-કમંડળના રાજકારણના યુગનો ઉદય • કારણ-રાજકારણ: ડૉ. હરિ દેસાઈ • પહેલી જૂને નીતીશની સર્વપક્ષી બેઠક • બિહાર અને કેન્દ્રમાં ભાજપની મૂંઝવણ • કોંગ્રેસ અવઢવમાં, સંઘનો દ્રઢ વિરોધ •Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.29 May, 2022.

દેશના રાજકારણમાં ફરીને મંડળ-કમંડળના ભૂતકાળના સંઘર્ષો સર્જાય એવું લાગે છે. પહેલી જૂને ઓબીસીની અલગ વસ્તી ગણતરી કરવાના સમર્થનમાં પટણામાં મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભારતીય જનતા પક્ષ પણ સામેલ થવાનો છે. મંડળ-કમંડળ અધ્યાય-ટુનાં મંડાણ બિહારથી થવાનું સ્પષ્ટ અનુભવાય છે. ભારતીય જનતા પક્ષ સાથે સરકાર ચલાવતા જેડી (યુ)નેતા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર તો વર્ષોથી અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની અલગ જનગણનાના પક્ષધર છે. વર્ષ ૨૦૧૧માં કેન્દ્રની કોંગ્રેસના વડપણવાળી ડૉ.મનમોહન સરકારે વસ્તી ગણતરી યોજવાની હતી એ પહેલાં માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધ છતાં ભાજપે કોંગ્રેસ સરકારના ઓબીસી જનગણના અલગ કરવાના વલણને ટેકો આપ્યો હતો. સંઘ સામાજિક વિભાજનો ટાળવા માટે આ ભૂમિકા લે છે. સંસદ અને રાજ્યોમાં ૫૪ % ઓબીસીને મંડળ પંચની ભલામણોને પગલે ઈન્દ્રા સાહની ચુકાદા અન્વયે ૨૭% જ અનામત કેમ? એવો પ્રશ્ન ઊઠ્યો છે. જોકે એ વસ્તી ગણતરીના ઓબીસી આંકડા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. નવાઈ એ વાતની છે કે ભાજપને ઓબીસીનું વધુ સમર્થન હોવા છતાં સંઘની ભૂમિકાને કારણે પક્ષમાં બે અલગ મત પ્રવર્તે છે.ભાજપના અપના દલ સહિતના કેટલાક મિત્ર પક્ષો પણ ઓબીસીની અલગ વસ્તી ગણતરીનું સમર્થન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને પહેલા ઓબીસી વડાપ્રધાન ગણાવવાનું પસંદ કર્યું ત્યારે સ્વયં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા જ નહીં, મુખ્યમંત્રી નીતીશે પણ મોદી પહેલાં દેવેગૌડા ઓબીસી વડાપ્રધાન બન્યા હોવાની વાત જાહેરમાં કરી હતી. ઓબીસી કે અનામત શ્રેણીનું સમર્થન મેળવીને ભાજપ સત્તાસ્થાને પહોંચ્યા છતાં એના રિમોટ તરીકે ઉજળિયાત વર્ગ જ રહ્યો છે.
કેન્દ્ર અને રાજ્યોમાં નોખી ભૂમિકા
જોકે પક્ષના કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યોના નેતૃત્વમાં પણ ઓબીસી જનગણના અંગે ભિન્ન ભિન્ન ભૂમિકા જોવા મળે છે. મોદી પોતાની સરકારમાં અનામત શ્રેણીના પ્રધાનો વધુ લઈને અને એની ગાજવીજ કરીને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીલક્ષી લાભ લેવાનું પસંદ કરે છે છતાં જીત્યા પછી યોગી સરકારમાં લગભગ ૪૩ % ઉજળિયાત મંત્રી લેવાતા જોવા મળે છે. કેન્દ્ર સરકાર ઓબીસી જનગણનાના ૨૦૧૧ના આંકડા જાહેર કરતી નથી કે એ પછીની વસ્તીગણતરી માટે પણ ઓબીસીની ગણતરી અલગ કરવાનું સ્વીકારતી નથી. આનાથી વિપરીત, બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ઓબીસી વસ્તીગણતરીની માંગણી કરવા માટે વડાપ્રધાન મોદીને મળેલા બિહારના પ્રતિનિધિમંડળમાં ભાજપનો પણ સમાવેશ હતો. બિહારના ભાજપના નેતાઓ સમજે છે કે આ માંગણીને ટેકો નહીં આપીએ તો રાજકીય નુકસાન જવાનું. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ ભલે હાર્યો, પણ હવે વિધાનસભામાં વિપક્ષના નેતા અખિલેશ યાદવ ઓબીસી અનામત વધારા માટે નવેસરથી જંગ છેડશે.તેમના રાજ્યસભાના સાંસદ પ્રા. રામ ગોપાલ યાદવે તો રાજ્યસભામાં ૫૪% ઓબીસીને ૫૪% અનામત કેમ ના મળે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અગાઉ ૫૦%થી અનામતનું પ્રમાણ વધવું ના જોઈએ એવી કેપ-ટોચમર્યાદા મૂકાયેલી હતી, પરતું હવે તો કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને આર્થિક રીતે પછાત એવા ઉજળિયાત વર્ગના લોકોને ૧૦% અનામત આપી એટલે અનામતનું કુલ સત્તાવાર પ્રમાણ ૪૯.૫૦% હતું એ ટોચમર્યાદાને ઠેકી ગયું છે. વાસ્તવમાં મોટાભાગનાં રાજ્યોમાં અનામતનું પ્રમાણ ૮૦%ને વટાવી ગયું છે, ભલે એની સામેના ખટલાઓ સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન હોય. બિહાર અને ઉત્તર પ્રદેશમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ ઓબીસી વસ્તી ગણતરી બાબતે અન્ય પક્ષો પણ કામે વળશે. અત્યારે કોંગ્રેસ આ બાબતમાં મૂંઝવણભરી સ્થિતિમાં છે. પોતાનું ઘર સરખું કરવામાં પડેલી કોંગ્રેસ પોતાની ભૂમિકા જાહેર કરી શકતી નથી. દૂધના દાઝેલા છાસને પણ ફૂંકી ફૂંકીને પીએ એવી સ્થિતિમાં કેટલાક પક્ષો છે.
ઉપસતાં નવાં રાજકીય સમીકરણો
બિહારમાં ઈદ નિમિત્તે એક જ સપ્તાહમાં ત્રણ કરતાં વધુ વખત મુખ્યમંત્રી નીતીશ લાલુપ્રસાદ યાદવના પરિવાર સાથે મુલાકાત કરે ત્યારે સ્વાભાવિક રીતે ભાજપની છાવણીમાં ચિંતા વ્યાપે. આમ પણ, અગાઉ “જંગલ રાજ” ફેઈમ લાલુના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી થયેલા નીતીશ કુમારે પાછળથી ભાજપ સાથે ઘર માંડ્યું. જોકે એ ઓબીસી અને મુસ્લિમ સહિતના મુદ્દે ભાજપ સાથે અનુકૂળ પરિસ્થિતિ અનુભવતા નથી. ક્યારેક ભાજપ સાથે તેમની ફારગતી અને આરજેડી સાથેના જોડાણની ચર્ચા શરૂ થાય ત્યારે કેન્દ્રીય એજન્સીઓ લાલુ પરિવાર પર કળા કરીને મૂંઝવણ સર્જે છે. હવે તો વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ પણ ઓબીસી મુદ્દે જેડી (યુ) અને આરજેડી એકસમાન ભૂમિકા પર હોવા છતાં બંને પક્ષો ફરીને સાથે આવવાની શક્યતા નકારે છે. રાજકારણમાં ક્યારે શું થાય એ કહેવું મુશ્કેલ હોય છે. વાત બિહાર પૂરતી સીમિત રહે તેવું નથી. એ સમગ્ર દેશમાં આગની જેમ પ્રસરી શકે એ પહેલાં મોદી-શાસ્ત્રની કીમીયાગીરીને કામે લગાડાશે. સ્વાભાવિક રીતે જ મોદી સરકાર મંડળ-કમંડળ વિવાદમાં અગાઉની દાઝેલી વી.પી.સિંહની સરકાર જેવાં પરિણામો ખાળવાની કોશિશ કરે. આગામી દિવસોમાં વિપક્ષોનો સંયુક્ત મોરચો આંદોલનાત્મક કાર્યવાહી કરવામાં સફળ થાય તો એને નાથવાનું ઓબીસીની અલગ વસ્તી ગણતરી કરવાના વિરોધીઓ માટે અશક્ય બની જાય. જોકે સત્તારૂઢ ભાજપ જે પાણીએ મગ ચડે એ માટે સજ્જ હોવાને કારણે પાણી પહેલાં પાળ બાંધીને મુશ્કેલ સંજોગોને ખાળવાની કોશિશ જરૂર કરશે.
તિખારો
યહ ક્યોં?
હર ઉભરી નસ મલને કા અભ્યાસ
રુક રુકકર ચલને કા અભ્યાસ
છાયા મેં થમને કી આદત
યહ ક્યોં?
જબ દેખો દિલ મેં એક જલન
ઉલ્ટે ઉલ્ટે સે ચાલ-ચલન
સીર સે પાંવોં તક ક્ષત-વિક્ષત
યહ ક્યોં?
જીવન કે દર્શન પર દિન-રાત
પંડિત વિદ્વાનોં જૈસી બાત
લેકિન મૂર્ખોં જૈસી હરકત
યહ ક્યોં?
- દુષ્યંત કુમાર
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૮ મેં, ૨૦૨૨)
કોંગ્રેસ અવઢવમાં, સંઘનો દ્રઢ વિરોધ
Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.29 May, 2022.

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૮ મે, ૨૦૨૨)

No comments:

Post a Comment