Sunday 25 July 2021

Textbooks Controversy

 

                                         પાઠ્યપુસ્તકોનું રાજકારણ અને નવી પેઢી

કારણ- રાજકારણ: ડૉ.હરિદેસાઈ

·         દીનાનાથ બત્રાનાં પુસ્તકોનો નિરર્થક વિવાદ

·         ડૉ.કલામઅને ડૉ.કુરિયન માતૃભાષામાં ભણ્યા

·         ધાર્મિક ભેદભાવ વિનાનાં પુસ્તકો અનિવાર્ય

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”. 25 July 2021. Web: https://bombaysamachar.com/epapers

આજકાલ નવી શિક્ષણ નીતિ અમલી બને અને ઈતિહાસનાં નવાં પાઠ્યપુસ્તકો તૈયાર થાય સામે ઈતિહાસકારોમાં ડાબેરી ગણાતા ઇતિહાસવિદોએ ભારે હોબાળો મચાવ્યો છે. ઇતિહાસમાં ભાવનાત્મક રીતે નહીં, પણ તથ્યાત્મક રીતે હકીકતો રજૂ થાય એનું સમર્થન કરવામાં આવે અનિવાર્ય છે. વર્તમાન શાસકો સંઘ પરિવારના હોવા માત્રથી નવાં પાઠ્યપુસ્તકો લખાવાય કે  વાજપેયી યુગમાં ઊઠેલી શિક્ષણના ભગવાકરણની બૂમરાણ ફરી ધૂણવા માંડે યોગ્ય નથી. પાઠ્યપુસ્તકોનું  નીરક્ષીર થાય જરૂરી ખરું,પરંતુ વર્ષ ૨૦૧૪થી આજ લગી એટલે કે વર્તમાન શૈક્ષણિક વર્ષમાં પણ તથાકથિત ડાબેરી કે સંઘ પરિવારને પ્રતિકૂળ લેખકોએ તૈયાર કરેલાં પાઠ્યપુસ્તકો કેન્દ્ર સરકાર દેશભરમાં ભણાવતી હોય તો નવાં પુસ્તકો આવવાથી કઇ રીતે ધરતી રસાતાળ થઇ જશે સમજાતું નથી.દેશની નવી પેઢી વિશ્વનું જ્ઞાન મેળવે અને પોતાની માતૃભાષામાં મેળવે જરૂરી છે. ક્યારેક સંઘ પરિવારની વિદ્યા ભારતીની શાળાઓમાં અંગ્રેજીને અછૂત લેખવામાં આવતી હતી.હવે સ્વીકારાઈ છે.  મહાત્મા ગાંધી સંસ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં પણ અંગ્રેજીને જાણે કે તરછોડી દેવાઈ હતી, પણ એના એક  સંસ્થાપક એવા ગરવા ગુજરાતી સરદાર પટેલનાં પુત્રી મણિબહેન ક્યારેક વિદ્યાપીઠમાંથી અંગ્રેજી સહિતનાં વિષયોમાં સ્નાતક થયાં હતાં રખે ભૂલાય. સદગત રાષ્ટ્રપતિ ડૉ..પી.જે.અબ્દુલ કલામ અને શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગીઝ કુરિયન અનુક્રમે તમિળ  તથા મલયાલમ-તેલુગુ માધ્યમમાં ભણ્યા હતા રખે ભૂલાય.

નવી શિક્ષણ નીતિનો અમલ

ગુજરાતમાં છેક ૧૯૭૫ થી આજ લગી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના રાજકીય બાળક એવા જનસંઘ અને પછીથી ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની ભૂમિકા સત્તાપક્ષ કે મુખ્ય વિપક્ષની રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ સત્તામાં હોવા છતાં શિક્ષણમાં પરિવર્તન લાવવાની પહેલ કરવાની હિંમત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના માનવ સંસાધન પ્રધાન ડૉ. મુરલી મનોહર જોશીએ કરી ત્યારે સમગ્ર ભારતમાં શિક્ષણનું ભગવાકરણથઇ રહ્યાનો હોબાળો  વેળાના કૉંગ્રેસીઓ તથા કૉંગ્રેસી સરકારોના ટેકે તરભાણાં ભરનારા ડાબેરી ઇતિહાસવિદો તેમજ શિક્ષણવિદોએ મચાવ્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના યુગ પછી શિક્ષણમાં  પરિવર્તન લાવવા માટેનું ખરું ઍસર્ટિવવલણ શરૂ થયું. હવે દેશના  વડા પ્રધાનપદે છે. શિક્ષણનાં તમામ સત્તામંડળ એમને અધીન હોવાને કારણે હવે ભાજપની રાજ્ય સરકારોને પણ હૂંફ રહેવી સ્વાભાવિક છે. જો કે શિક્ષણ ક્ષેત્રે કોઇપણ જાતના ફેરફાર કરતાં પહેલાં ખૂબ દૂરનું વિચારવાનું અને ફેરફારોનાં દૂરગામી પરિણામોનો વિચાર કરવો અનિવાર્ય હોય છે.નવી શિક્ષણ નીતિના અમલમાં એની કાળજી લેવામાં આવે જરૂરી છે.  એનું કારણ છે કે શિક્ષણક્ષેત્રે થતા ફેરફારો ભાવિ પેઢીઓના ઘડતરને અસર કરે છે. છાસ પણ ફૂંકીને પીવાની જરૂર છે.

દીનાનાથ બત્રાનાં પુસ્તકો

ગુજરાતમાં રહીને દિલ્હીની સલ્તનત કબજે કરવાની તૈયારીની વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી ૨૦૧૪માં સંઘ પરિવારના શિક્ષણવિદ એવા વયોવૃદ્ધ  નિવૃત્ત પ્રધાનાચાર્ય શ્રી દીના નાથ બત્રાએ હિંદીમાં સંકલિત કરીને લખેલાં સાત પુસ્તકો રાજ્યના શિક્ષણ કાર્યમાં બાળકોના ચારિત્ર્ય-નિર્માણમાં ઉપયોગી થવા માટેગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના વેળાના કાર્યવાહક પ્રમુખ ડૉ. નીતિન પેથાણી (હવેના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ) અને નિયામક ડૉ. ભરત પંડિત પાસે પ્રકાશિત કરાવીને ગુજરાતની ૪૨,૦૦૦ શાળાઓમાં વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો હતો.  સંઘ પરિવારની વિદ્યા ભારતી સંસ્થાની શાળાઓમાં ચલવાતાં પુસ્તકોથી ભડકતા ડાબેરી વિચારકો માટે મોદી સરકારના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબહેન ત્રિવેદીના નિર્ણયથી આંચકો લાગવો સ્વાભાવિક હતો. સાતેય પુસ્તકો વિદ્યા ભારતીના ગુજરાત પ્રાંતના વડા રહેલા શ્રી હર્ષદ શાહ (હવેના બાળ વિશ્વવિદ્યાલયના કુલપતિ)ના વડપણ હેઠળની સરકારી સમિતિની ભલામણથી શાળાનાં વિદ્યાર્થીઓ માટે વાંચનશ્રેણીમાં મૂકાયાં છે. અમે તો સાતેય પુસ્તકો અને વધારાનાં બે () તેજોમય ભારત અને () વૈદિક ગણિત પર નજર કર્યા પછી શિક્ષણમંત્રી  શ્રી ચુડાસમા અને પાઠ્યપુસ્તક મંડળના નિયામક ડૉ. પંડિતને કહ્યું: પુસ્તકોને તો હકીકતમાં માત્ર વાંચન માટે નહીં, પણ શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે દાખલ કરવાં જોઇએ.ગુજરાત સરકારના ઉપરોક્ત નવ પુસ્તકને પ્રકાશિત કરવાના સંકલ્પને બિરદાવવાને બદલે તેમના વિશે ઘસાતું અને વિરોધીસૂર કાઢતું લખાણ લખનાર મિત્રોએ અમને પૂછ્યું : પુસ્તકો મળે ક્યાંથી?’ એમના પ્રશ્નમાં સ્પષ્ટ અભિપ્રેત હતું કે તેમણે પુસ્તકો વાંચ્યા વિના આંખનું કાજળ ગાલે ઘસ્યા જેવો ઘાટ સર્જીને અંગ્રેજીભાષી અખબારના અટકચાળાને આત્મસાત કરી ભાંડણલીલા આરંભી દીધી છે.

મતભિન્નતાનો આદર,સ્વચ્છંદતાનો નહીં

દીના નાથ બત્રા હિંદુવાદી ચળવળકાર છે. દિલ્હીમાં રહીને હિંદુત્વવિરોધી પુસ્તકોને પ્રતિબંધિત કરાવવા માટે સક્રિય રહ્યા છે. વિદ્યા ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા છે. શિક્ષા બચાવો આંદોલનના સંયોજક છે. બહુ ઓછા લોકોને જાણ હશે કે સમગ્ર દેશમાં આરએસએસપ્રેરિત વિદ્યા ભારતીની શાળાઓની સંખ્યા અને ગુણવત્તા સમગ્રપણે કૉન્વેન્ટ સ્કૂલોની સંખ્યા અને ગુણવત્તાને ટક્કર મારે તેવી છે. દેશમાં સૌથી વધુ સ્કૂલોનું સંચાલન વિદ્યા ભારતીના હાથમાં છે. તેની શાળાઓનાં વિદ્યાર્થી જે તે રાજ્યનાં બોર્ડની પરીક્ષાઓમાં પણ ટોચના ક્રમે રહે છે. બધું સરકારી મદદ વિના વિદ્યા ભારતી કરતી રહી છે. દીના નાથ બત્રા ભારત સરકારની એનસીઇઆરટી થકી પ્રકાશિત પાઠ્યપુસ્તકો સામે જંગ લડતા રહ્યા છે. વિદેશી લેખકોનાં હિંદુદ્વેષી પુસ્તકો પ્રતિબંધિત કરાવવા માટે અદાલતનાં દ્વાર ખખડાવતા રહ્યા છે. અભિવ્યક્તિ  સ્વાતંત્ર્ય અને કલાના સ્વાતંત્ર્યને નામે હિંદુ દેવ-દેવીઓની બદબોઇ કરનાર દેશી-વિદેશી લેખકો કે પછી એમ.એફ. હુસૈન જેવા મોટા ગજાના ચિત્રકારનાં હિંદુદેવીઓનાં નગ્ન ચિત્રો માટે તેમની સામે એમણે ઝીંક ઝીલી છે. જોકે હમણાં ગુજરાતનાં ઉપરોક્ત પુસ્તકોના વિવાદ સંદર્ભે દીના નાથે ટીવી પર મુલાકાતમાં એનસીઇઆરટીના છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં હિંદુઓને ગોમાંસ ખાનારગણાવ્યા વિશે વિરોધ નોધાવ્યો હતો. લખનારે દીના નાથજીને શતપથ બ્રાહ્મણમાં યાજ્ઞવલ્ક્યને ગોમાંસ પ્રિય હોવાનો ઉલ્લેખ આવતો હોવાનું જણાવ્યું ત્યારે એમણે ઠાવકાઇથી કહ્યું : પણ વાત છઠ્ઠા ધોરણનાં છોકરાંને  ભણાવવાની? એમના મનોવિજ્ઞાનનો તો વિચાર કરવો જોઇએ. રોમિલા થાપરે એનસીઇઆરટીના છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં હિંદુઓને ગોમાંસનું ભક્ષણ કરનાર ગણાવ્યા છે સામે મારો વિરોધ છે.ડાબેરી ઇતિહાસકારો રોમિલા થાપર અને ઇરફાન હબીબ સહિતનાનો ગરાસ લૂંટાઇ જાય છે. મતભિન્નતાનો આદર જરૂર કરી શકાય, પરંતુ વ્યક્તિ સ્વાતંત્ર્યને બદલે સ્વચ્છંદતાનો નહીં.

નવરત્ન સમાન નવ પુસ્તકો

દીના નાથ બત્રાનાં જે સાત પુસ્તકો . વીરવ્રત પરમ સામર્થ્ય . આત્મવત્સર્વભૂતેષુ . માતાનું આહ્વાન . પૂજા હોય, તો આવી . શિક્ષણનું ભારતીયકરણ . શિક્ષણમાં ત્રિવેણી અને . વિદ્યાલયઃ પ્રવૃત્તિઓનું ઘર, ગુજરાત સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ ગુજરાતની શાળાઓનાં બાળકોને ભણાવવા નહીં, પણ વાંચન માટે નિઃશુલ્ક આપી રહ્યું છે. સાતેય હકીકતમાં જીવનના ઘડતર માટે ઉપયોગી, રાષ્ટ્રીયતાનો ભાવ જગાડનાર, માણસાઇ જગાવનાર, સર્વધર્મસમભાવનો ભાવ પ્રેરનાર પ્રસંગોથી  ભરેલાં છે. બીજાં બે પુસ્તકો તેજોમય ભારતઅને વૈદિક ગણિતતો હવે વિશ્વસ્તરે ગૌરવ મેળવી રહેલી ભારતીય સંસ્કૃતિનો નિકટ પરિચય બક્ષનાર છે. વાસ્તવમાં નવે-નવ પુસ્તકો અગાઉની  સરકારોએ કેમ આત્મસાત ના કર્યાં અને પાઠ્યપુસ્તક તરીકે તેમને સ્વીકૃતિ કેમ ના આપી મહત્ત્વનો પ્રશ્ન તબક્કે ઊઠે છે. ધાર્મિક ભેદભાવ વિના, સાંસ્કૃતિક ભેદભાવ પ્રેર્યા વિના સમાજમાં સદ્ગુણો અને સમાજસુધારાને પોષક એવાં નવ પુસ્તકો વાસ્તવમાં તો નવરત્ન સમાન છે. શક્ય છે કે વિવાદવંટોળ ઊભો કરવા માટે એમાંની બે-ચાર બાબતોને આગળ કરીને ભારતીય સંસ્કૃતિ  અને પરંપરાને બદનામ કરવાના કોઇ ગુપ્ત પ્રયાસ તરીકે હોબાળો મચાવાયો હોય. અન્યથા છેક ઋગ્વેદથી લઇને વર્તમાનના વિપ્રોના વડા અઝીમ પ્રેમજી સુધીના ઘટનાક્રમ કે ડૉ. .પી.જે. અબ્દુલ કલામના બોધ અને દૃષ્ટિ  સુધીની ગૌરવવંતી વાત સરળ શૈલીમાં બાળકોને ગળે ઉતારવામાં આવે એમાં ખોટું શું છે?       

તિખારો

ખૂન ક્યોં સફેદ હો ગયા ?

ભેદ મેં અભેદ ખો ગયા

બટ ગએ શહીદ,

ગીત કટ ગએ,

કલેજે મેં કટાર ગડ ગઈ,

દૂધ મેં દરાર પડ ગઈ.

ખેતી મેં બારુદી ગંધ,

તૂટ ગએ નાનક કે છંદ,

સતલુજ સહમ ઉઠી,

વ્યથિતસી વિતસ્તા હૈ,

વસંત સે બહાર ઝડ ગઈ,

દૂધ મેં દરાર પડ ગઈ.

અપની હી છાયા સે બૈર,

ગલે લગને લગે હૈં ગૈર,

ખુદકુશી કા રાસ્તા,

તુમ્હે વતન કા વાસ્તા,

બાત બનાએ બિગડ ગઈ,

દૂધ મેં દરાર પડ ગઈ.

-     અટલ બિહારી વાજપેયી

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૪ જુલાઈ ૨૦૨૧)

 

 

No comments:

Post a Comment