Sunday 6 December 2020

Babasaheb Dr.Bhimrao Ambedkar

 

ડૉ.ભીમરાવ બાબાસાહેબ માટે ઝૂંટાઝૂંટ

કારણ-રાજકારણ: ડૉ.હરિદેસાઈ

·         હિંદુ ધર્મનો ત્યાગ કરનાર ડૉ.આંબેડકર

·         વોટબેંક માટે હૂંસાતુંસી અવિરત ચાલુ

·         નિઝામની કરોડોની ઓફર ફગાવી દીધી

ભારતીય બંધારણના મુખ્ય રચયિતા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણનો દિવસ ડિસેમ્બર આવે ત્યારે એમના કરોડો અનુયાયીઓ અને બંધારણમાં આસ્થા રાખનારા ભારતીયોને મહામના પ્રજ્ઞાસૂર્યપુરુષનું સ્મરણ થવું સ્વાભાવિક છે. આમ પણ, ડૉ. આંબેડકરનું દેશ પર અને સમગ્ર પ્રજા પર ઘણું ઋણ છે. જોકે એમને હવે મત મેળવવાના સાધન તરીકે કે માધ્યમ તરીકે ગણીને વારતહેવારે યાદ કરનારાઓએ ખરા અર્થમાં એક મહાપ્રશ્ન આપણી સામે મૂક્યો છે કે ખરા અર્થમાં બાબાસાહેબ કોના? એમણે પ્રબોધેલા માર્ગને અનુસરીને ચાલવાનું ભૂલીને એકલેહાથે બંધારણ તૈયાર કરનારા ડૉ.આંબેડકર (હા, કારણ સાત સભ્યોમાંથી બંધારણ ઘડવાની કે લખીને બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી વિવિધ કારણોસર એકલા બાબાસાહેબના શિરે આવી હતી!) કરતાં સર બી.એન.રાવને બંધારણના સાચા ઘડવૈયા ગણાવવાની પણ સ્પર્ધા ચાલે છે.દેશી રજવાડાંના એકીકરણના માટે સરદાર પટેલના મહાયોગદાનને  રિયાસતી ખાતાના સચિવ વી.પી.મેનનનાં વંશજ એવાં ઈતિહાસવિદ નારાયણી બસુમેનન એન્જિન અને સરદાર તો ડબ્બા હતાએવા શબ્દોમાં જેમ  મૂલવે છે રીતે. ઘણો લાંબો સમય બાબાસાહેબને વિશ્વપુરુષ કે રાષ્ટ્રપુરુષ ગણાવવાને બદલે માત્ર દલિતોના નેતા ગણાવાતા હતા. હવે એમને નામે સત્તા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત થતો હોવાથી ઘણાબધા દાવેદારો થવા માંડ્યા છે.દેશમાં ૧૭ કરોડ કરતાં વધુ અનુસૂચિત જાતિ (દલિત)ની વસ્તી હોય ત્યારે સ્વાભાવિક છે કે દલિત સમાજને માટે આરાધ્યપુરુષ એવા ડૉ.બાબાસાહેબના સમર્થક દેખાવા માટે સ્મારકો અને પ્રતિમાઓ તેમ વિવિધ યોજનાઓ એમના નામે શરૂ  કરીને મતબેંકને પોતાના ભણી વાળવાની કોશિશ થાય. હકીકતમાં ડૉ.આંબેડકર માત્ર દલિતો નહીં; આદિવાસી, અન્ય પછાત વર્ગો (ઓબીસી) સહિતના તમામ વંચિતોના મસીહા અને ઉદ્ધારક હતા વાત રખે ભૂલાય.

હિંદુ રાજના વિરોધી  ભીમરાવ

આજકાલ ભારતને હિંદુ રાષ્ટ્ર ગણાવવાના હાકલાદેકારા ખૂબ થાય છે, પણ બંધારણના તમામ  ઘડવૈયા પ્રજાસત્તાક ભારતને ધર્મનિરપેક્ષ (સેક્યુલર) રાષ્ટ્ર તરીકે નિહાળતા હતા. સ્વયં બાબાસાહેબ તો હિંદુ રાજના વિરોધી હતા એટલું નહીં, હિંદુ રાજની કલ્પના સામે જંગે ચડવાની વાત કરતા હતા. સરદાર પટેલને ઉદ્યોગપતિ આર.એમ. બિરલાએ મુસ્લિમોને પાકિસ્તાન મળ્યા પછી  ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની વાત કરી ત્યારે વલ્લભભાઈએ હિંદુ રાષ્ટ્રના વિચારનેપાગલોં કા ખયાલગણાવ્યો હતો. ઘણાને નવાઈ લાગશે, પણ ૧૯૨૯માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ અને ભાજપના આરાધ્યપુરુષ  ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ પણ પત્રકાર પરિષદ ભરીને  હિંદુરાષ્ટ્રનો વિરોધ કર્યાનું એમની જીવનકથાના લેખક અને સંઘનિષ્ઠ ભાજપી નેતા તથાગત રાયે નોંધ્યું છે. વર્ષ ૧૯૩૫માં યેવલામાંહું હિંદુ તરીકે જન્મ્યો છું, પણ હિંદુ તરીકે મરીશ નહીંએવી ઘોષણા કરનાર ડૉ. આંબેડકરે હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાનની ઇસ્લામ કબૂલવા સાટે કરોડોની ઓફરને ફગાવી હતી.તેમણે  ૧૯૫૬માં લાખો અનુયાયીઓ સાથે નાગપુરની દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એમના સમયમાં સૌથી વધુ ભણેલા ડૉ.આંબેડકર ક્યારેય કોંગ્રેસમાં નહોતા અને પોતે બબ્બે પક્ષોના સંચાલક રહ્યા પછી એમને રિપબ્લિકન પક્ષ સ્થાપવાની મહેચ્છા હતી, પરંતુ સ્વપ્ન સાકાર કરવાનું એમના જીવનકાળ દરમિયાન શક્ય ના બન્યું. જોકે એમના ડિસેમ્બર ૧૯૫૬ના રોજ મૃત્યુ પછી રિપબ્લિકનપાર્ટી ઓફ ઈન્ડિયા સ્થપાઈ તો ખરી, પરંતુ એના અનેક ભાગલા પડ્યા. આજ દિવસ સુધી એના અલગ અલગ ફિરકા બાબાસાહેબની ભૂમિકા કરતાં પોતાના રાજકીય સ્વાર્થની પૂર્તિ થાય રીતે જોડાણો કરતા રહ્યા છે.  જીવનના છેલ્લા દિવસોમાં ડૉ.આંબેડકર ભારતમાં નહીં, દુનિયાના અન્ય દેશોમાં પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા સંકલ્પબદ્ધ હતા, પણ  ઝાઝું જીવ્યા નહીં, પણ રાજકીય કારકિર્દી આગળ વધારવાને બદલે ધર્મ ભણી વળ્યા હતા. એમનું છેલ્લું પુસ્તકબુદ્ધ અને ધમ્મએમના મૃત્યુ પછી પ્રકાશિત થયું હતું.

વિપુલ સાહિત્યના સર્જક મહામના

ડૉ.આંબેડકરના વિપુલ સાહિત્યમાંથી પોતાને અનુકૂળ અવતરણો ટાંકી એમને પોતીકા ગણાવવાની જે સ્પર્ધા ચાલી રહી છે જોતાં વાસ્તવમાં તો બાબાસાહેબનું રીતસર અપમાન થઇ રહ્યાનું અનુભવાય છે. એક બાજુ, જમણેરી ગણાતા વિચારકો અને રાજનેતા એમને હિંદુવાદી નેતા તરીકે પ્રતિપાદિત કરવાની કોશિશ કરે છે ત્યારે બીજી બાજુ, ડાબેરી વિચારકો અને રાજનેતાઓ એમને માર્કસવાદી દ્રષ્ટિએ મૂલવીને પોતાના ગણાવવાની હોંશ  ધરાવે છે. હકીકતમાં તો બાબાસાહેબ તર્ક અને વિજ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હતા. એમના બહુઆયામી વ્યક્તિત્વ થકી  લખાણો સતત તર્કબદ્ધ વિચાર અને સંદર્ભ સાથે પ્રસ્તુત કરાતાં હતાં. સંભવતઃ એટલે માર્ચ ૧૯૪૦માં લાહોરના મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર (પાકિસ્તાન)નો ઠરાવ બંગાળના પ્રીમિયર ફઝલુલ હક્કે માંડ્યો અને પહેલાં ડિસેમ્બર ૧૯૩૭માં અમદાવાદમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વાતંત્ર્યવીર સાવરકરે હિંદુ અને મુસ્લિમ બે રાષ્ટ્રો ભારતમાં અસ્તિત્વ ધરાવતાં હોવાની વાત કરી ત્યારે ડૉ.આંબેડકર થકી ડિસેમ્બર ૧૯૪૦માં લખાયેલો ગ્રંથપાકિસ્તાનભાગલાના વિરોધી મહાત્મા ગાંધી અને ભાગલાના આગ્રહી  મોહમ્મદઅલી ઝીણા બેઉને સમાન રીતે પસંદ પડ્યો હતો. બંને પક્ષોના તર્કનો એમાં તુલનાત્મક અભ્યાસ દર્શાવ્યો હતો. અત્રે યાદ રહે કે પાકિસ્તાનવાદી  મુસ્લિમ લીગ અને ભાગલાવિરોધી હિંદુ મહાસભા બંનેએ સાથે મળીને  બંને બ્રિટિશ શાસકો સાથેની  ગોઠવણ મુજબ, બંગાળ,સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકારો ચલાવી  હતી! આમ છતાં, વાજપેયી સરકારમાં મંત્રી રહેલા પત્રકારશિરોમણિ અરુણ શોરિ વાઈસરોયની કાઉન્સિલમાં રહેલા ડૉ.આંબેડકરને પોતાના પુસ્તકવર્શિપિંગફોલ્સ ગોડમાંબ્રિટિશ એજન્ટગણાવવા સુધી જાય છે; પરંતુ વાઈસરોયની કાઉન્સિલમાં રહેલા હિંદુ મહાસભાના અને અન્ય હિંદુ  નેતાઓ વિશેશોરિ  માપદંડ વાપરવાનું પસંદ કરતા નથી. વાસ્તવમાં બાબાસાહેબના જીવનકાળથી લઈને આજ લાગી ડૉ.આંબેડકરને વિશે ઘણી ગેરસમજો જાણી જોઇને કરવામાં આવી રહી છે. ઈતિહાસવિદોની  વર્તમાન પેઢીની જવાબદારી છે કે  બાબાસાહેબના સાચા  વ્યક્તિત્વને પ્રજા અને નવી પેઢી સમક્ષ મૂકવું જેથી વોટ્સઅપ યુનિવર્સિટીથી ગેરમાર્ગે દોરાય નહીં. વિશ્વ પ્રતિભા અને પ્રજ્ઞાસૂર્યને મહાપરિનિર્વાણ દિવસે સાચી અંજલિ ગણાશે.

તિખારો

ભારતમાંરાજકારણમાંભક્તિતાનાશાહીનોનિશ્ચિતમાર્ગછે.

-ડૉ.ભીમરાવઆંબેડકર(બંધારણસભામાં૨૫નવેમ્બર૧૯૪૯નારોજબંધારણનાઅંતિમમુસદ્દાનેરજૂકરતાંકરેલાભાષણમાં)

 

-મેઈલ:haridesai@gmail.com       (લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment