Wednesday, 28 November 2018

From the era of Towering Personalities to that of Dwarfs


Dr.Hari Desai writes weekly column in Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand) and other Dailies. You may read the full text and comment.

વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી વામણાઓના યુગમાં અવતરણ : ડૉ.હરિ દેસાઈ
  • ·         આજકાલ સમાજનાં તમામ ક્ષેત્રોમાં ફેક વાતો અને ફેક ન્યૂઝ કે ફેક વચનો ચાલવા નહીં, દોડવા માંડ્યાં છે
  • ·         અમૂલના ઉદઘાટન ટાણે  નેહરુએ કહેલું, મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે સરદાર જ સંકટમોચક હતા
  • ·         દેશમાં દૂધક્રાંતિનું સર્જન કરનાર ડૉ.કુરિયન સહકારી ક્ષેત્રમાં સરકારી દખલગીરીના આજીવન વિરોધી રહ્યા
  • ·         ઇતિહાસના ઘટનાક્રમને જાણ્યેઅજાણ્યે વિકૃત કરવાનો પ્રયાસ કરનારાઓથી સાવધ રહેવાની જરૂર ખરી

શાસકો અને રાજકીય નેતાઓના હોદ્દા તો એના એ જ રહે છે,પણ એ હોદ્દે બેસનારાં વ્યક્તિત્વો બદલાયા કરે છે.એમની કક્ષા બદલાય  છે.ભારતીય આઝાદીના સંગ્રામમાં સામેલ જે વિરાટ અને ખુલ્લા દિલનાં વ્યક્તિત્વો જોવા મળતાં હતાં, એની તુલનામાં આજના યુગમાં રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ વામણાં વ્યક્તિત્વોની બોલબાલા અને ચલણ વધ્યાનું સતત અનુભવાય છે. આધુનિક ભારતીય ઈતિહાસ પર નજર નાંખવામાં આવે તો પહેલાંનાં વ્યક્તિત્વોમાં જૂઠાણું ઓકતાં શરમની અનુભૂતિ થતી હતી,આજે એ સાર્વત્રિક બની ગયું લાગે છે.વાત કોઈ એક પક્ષની નથી, તમામ રાજકીય પક્ષો અને ક્ષેત્રોની આવી જ દુર્દશા છે.વાતો ગાંધીજીની થાય છે.સત્ય અને અહિંસાની વાત કરવામાં આવે છે, પણ વ્યવહારમાં એનું  મુદ્દલ પણ આચરણ નથી.અબી બોલા અબી ફોકનો જમાનો છે.ક્યારેક જુબાન આપીને અબજોનો ધંધો કરનાર હીરા ઉદ્યોગમાં છાસવારે  કરોડોનું કરી નાંખીને પેઢીઓ ઊઠી જવા માંડી છે.માત્ર રાજકારણમાં જ જૂઠાણાંનો મહિમા વધ્યો નથી,સમાજનાં તમામ ક્ષેત્રોમાં ફેક વાતો અને ફેક ન્યૂઝ કે ફેક વચનો ચાલવા નહીં, દોડવા માંડ્યાં છે. આવા યુગમાં પ્રત્યેક ક્ષણે પ્રત્યેક વાતને નીરક્ષીર કર્યા વિના માની લેવા જતાં તો ખરા અર્થમાં વીમો અનુભવાય છે.સામેની વ્યક્તિ ગમે તેટલી વિશ્વાસુ હોય પણ એને ભ્રમિત કરીને જૂઠાણાં માનવા પ્રેરવામાં આવે અને એ જૂઠાણાંને સત્યસ્વરૂપે વહેવડાવાય, એવો જમાનો આવ્યો છે.પશ્ચિમના વિશ્વમાં તો દગાફટકાના ખટલા કરીને ન્યાય મેળવી શકાય,પણ ભારત જેવા ભવ્ય દેશમાં તો એ મારગ જવામાં પણ આયખું આખું વીતી જાય એવું છે.
જૂઠાણાં  ફેલાવવા ઇતિહાસકારોને પકડો
ઈતિહાસ અધ્યયન અને લેખનમાં એક નિયમ છે : આધાર વિના કશું માનવું કે લખવું નહીં. હવે વાતો જરા ઊલટી દિશા પકડી રહી છે. હમણાં ઇતિહાસના એક વયોવૃદ્ધ પ્રાધ્યાપક-બેલડીના નિવાસસ્થાને અમે બેઠા હતા. સાક્ષીભાવે કોલેજના એક યુવા ઈતિહાસ અધ્યાપક પણ હિંચકે ઝૂલી રહ્યા હતા.વાત સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુની નીકળી. સરદાર  આપણા માટે જરા વધુ પોતીકા એટલે ભાવ વધુ રાખીએ એવું બનેં,પણ ૮૮ વર્ષના ઇતિહાસકાર વડીલે શરૂ કર્યું: “વડાપ્રધાન નેહરુ અમૂલ ડેરીનું ઉદઘાટન કરવા માટે ૧૯૫૫માં આણંદ આવ્યા હતા. સરદાર પટેલ થકી જ આ સહકારી ડેરી સ્થાપવાની પ્રેરણા મળી એટલે અમૂલના મૂળમાં સરદાર પટેલ હતા. એ  પાયાના પથ્થર હતા,છતાં નેહરુએ આખા ભાષણમાં સરદારનું નામ સુદ્ધાં લીધું નહીં.” વાત ખાસી દીર્ઘસૂત્રી હતી. એમનાં ૮૫ વર્ષીય  ઇતિહાસકાર પત્ની પણ મુગ્ધભાવે સાંભળી રહ્યાં હતાં.વાત માન્યામાં આવે તેવી નહોતી, છતાં ઇતિહાસકાર મહાશય દસ્તાવેજોનો ઉલ્લેખ કરીને કહેતા હોય તો માનવી જ પડે. જોકે એ વખતે કોઈ પ્રતિપ્રશ્ન કર્યા વિના ઘરે જઈને જાતતપાસ આદરી તો “આંબાની જગ્યાએ આકડા” પણ ના હોવાનું પ્રતીત થાય એવો દસ્તાવેજ હાથ લાગ્યો. નેહરુએ સરદારના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં હોવાનું જણાવાયું હતું,પણ આર્કાઈવ્ઝમાંથી મેળવેલી વડાપ્રધાન નેહરુની ચાર પાનાંની સ્પીચમાં તો નેહરુએ સરદાર સાહેબ માટે ભારોભાર વંદના કરી હતી ! વડાપ્રધાન નેહરુ ૩૧ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ એટલે કે સરદાર પટેલના ઉજવાતા જન્મદિને એમની જન્મભૂમિ ચરોતરમાં આવે અને સરદારને અંજલિ અર્પે નહીં,એવું બનવું પહેલાંથી જ અમને અશક્ય લાગ્યું જ હતું. વડાપ્રધાન સાથે એમનાં પુત્રી ઇન્દિરા ગાંધી પણ આવ્યાં હતાં.સરદાર પટેલનાં પુત્રી મણિબહેન પણ આ તબક્કે હાજર હતાં.મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ પણ હતા.અમૂલના ચેરમેન ત્રિભુવનદસ પટેલ અને પાછળથી દેશમાં શ્વેતક્રાંતિના જનક તરીકે પંકાયેલા એવા અમૂલના જાન સમા ડૉ.વર્ગીસ કુરિયન પણ હતા.
નેહરુએ સરદારને “મહાન રાષ્ટ્રીય નેતા” કહ્યા
વડાપ્રધાન નેહરુએ પ્રારંભમાં મોટાભાગનું ભાષણ હિંદીમાં અને પછીથી વિદેશી મહેમાનોના લાભાર્થે થોડીક વાત અંગ્રેજીમાં કહી. સંબોધનનો પ્રારંભ એમણે “શ્રી ત્રિભુવનદાસજી,મુખ્યમંત્રી,મણિબહેન,બહેનો અને ભાઈઓ”થી કર્યો. અમૂલ ડેરીના અધ્યક્ષ અને નિમંત્રકનું નામ લીધું,મોરારજીભાઈનું નામ ના લીધું, માત્ર મુખ્યમંત્રી જ કહ્યું  અને મણિબહેનનું નામ લઈને એમને માન આપ્યું. સહકારી ડેરીની સ્થાપના અને એની પાછળના શ્રમમાં સહભાગી સૌને વિગતે બિરદાવ્યા. સરદાર પટેલને ડેરી સમર્પિત કર્યા વિશે હરખ વ્યક્ત કરતાં એમણે પોતાને આ ડેરીના ઉદઘાટન માટે નિમંત્રણ અપાયા વિશે  પણ આનંદ પ્રગટ કર્યો હતો. એમણે સરદારનું સ્મરણ કર્યું એટલું જ નહીં, “આજના દિવસે સરદાર પટેલનો જન્મદિવસ હોવા” નિમિત્તે તેમને તેડાવ્યા એનો પણ ભાવ સાથે ઉલ્લેખ કર્યો. “તમે આજના પવિત્ર દિવસને યોગ્ય રીતે જ પસંદ કર્યો છે.સરદાર પટેલ સમગ્ર દેશના છે,પણ તમને તમારા પોતીકા લાગે એ સ્વાભાવિક છે.તેઓ ખેડા જિલ્લામાં જન્મ્યા, અહીં ઉછર્યા અને પછીથી દેશના મહાન રાષ્ટ્રીય નેતા બન્યા. તેમણે દેશને માટે મહાન યોગદાન આપ્યું છે.જયારે જયારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે એમણે જ પોતાની બૌદ્ધિક સમજદારી અને  દ્રઢતાથી એ સંકટમાંથી માર્ગ કાઢ્યો છે.આ દેશના નિર્માતાઓમાં તેમનું નામ ટોચ પર રહેશે.સમગ્ર દેશની સાથે આપણે સૌ તેમને સદાય યાદ કરતા રહીશું. તમે એમના જન્મદિનને  આ ડેરીનું ઉદઘાટન કરવા માટે પસંદ કર્યો, એ પણ બિરદાવવા જેવું સારું કાર્ય છે.સાથે જ આ ઉદ્યોગને તેમની સ્મૃતિમાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો,એ પણ સારું કર્યું.” ૧૯૫૫નાં અખબારોના અહેવાલોના ઉલ્લેખ કરતા પેલા ઈતિહાસવિદ પ્રાધ્યાપક બેલડીને અમે બીજા દિવસે હકીકત કહી હતી.
નેહરુએ ડૉ.કુરિયનની સેવાને બિરદાવી
અમૂલ ડેરીના ઉદઘાટન માટે આવેલા વડાપ્રધાન નેહરુને મુખ્યમંત્રી મોરારજીભાઈએ ડૉ.કુરિયનના પ્રયાસોની વાત કરી ત્યારે વડાપ્રધાને કુરિયનના ખભે હાથ મૂકીને એમની સાથે વાત કરતાં કરતાં ચાલતાં એમના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. વડાપ્રધાન નેહરુ અને મુખ્યમંત્રી મોરારજી દેસાઈ પણ ડૉ.કુરિયન સાથે એમના ઘરે જ રોકાયા હતા. એ પછી તો દાયકાઓ સુધી ડૉ.કુરિયન આ ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે અમૂલના કર્મચારી રહ્યા અને એમણે અહીં  સેવારત રહીને જ દુનિયાભરમાં અમૂલનું નામ રોશન કર્યું.દેશમાં દૂધ ક્રાંતિનું સર્જન કર્યું.જોકે ડૉ.કુરિયન સહકારી ક્ષેત્રમાં સરકારી દખલગીરીના આજીવન વિરોધી રહ્યા.એમના પ્રયાસો થકી જ રાજ્યમાં જિલ્લાવાર દૂધ ઉત્પાદક સંઘો અને દૂધસાગર,બનાસ,સાબર સહિતની જિલ્લા સહકારી ડેરીઓ અને એમનો મહાસંઘ થયો.મૂળ કેરળના મલયાલી એવા ડૉ.કુરિયને સવાયા ગુજરાતી થઈને ફેડરેશન,એનડીડીબી, ઈરમાની સ્થાપના અને નેતૃત્વ પૂરું પડ્યું.  અમૂલગાથા ગૌરવવંતી છે.જોકે ઇતિહાસના ઘટનાક્રમને જાણ્યેઅજાણ્યે વિકૃત કરવાનો પ્રયાસ કરનારાઓથી સાવધ રહેવાની જરૂર ખરી. એમાંય ઇતિહાસવિદોને ખોટી વાતો પધારવનારાઓથી તો ખાસ ચેતવું જ ઘટે.
ઈ-મેઈલ : haridesai@gmail.com

Friday, 23 November 2018

Political Blunder of J&K Assembly being Dissolved


જમ્મૂ-કાશ્મીરમાં આત્મઘાતી ઉંબાડિયાં
ડૉ.હરિ દેસાઈ
વાજપેયીની “ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની 
વાતનું રાજકીય પક્ષો અને પ્રજા થકી આદરથી સ્મરણ

       પવિત્ર ઇદ-એ-મિલાદના તહેવારની રાતે જ જમ્મૂ-કાશ્મીરમાં એકાએક રાજકીય ગરમાટો સર્જાયો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની કજોડા સરકારને છેક જૂન ૨૦૧૮માં ભાજપ થકી ટેકો પાછો ખેંચી લેવાતાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ઘરભેગાં થયાં હતાં. એ  પછી અન્ય પક્ષોને તોડીને પોતીકી સરકાર રચવામાં ભાજપને સફળતા નહીં મળી નહીં. અંતે મૂર્છિત રખાયેલી વિધાનસભાને રાજ્યપાલ સત્ય પાલ મલિકે બરખાસ્ત કરી. છેલ્લા છ મહિના લગી રાજ્યપાલ શાસન હેઠળ કેન્દ્રની ભાજપના વડપણવાળી એનડીએ સરકારના રિમોટ થકી જ શ્રીનગરમાં શાસન ચાલતું હતું. બુધવાર,૨૧ નવેમ્બરે એકાએક પીડીપીનાં અધ્યક્ષા મહેબૂબાએ રાજ્યપાલને પત્ર લખીને ૮૯ (૮૭ ચૂંટાયેલા+૨ નામનિયુક્ત) સભ્યોની વિધાનસભામાં પોતાના પક્ષના ૨૯ ધારાસભ્યો ઉપરાંત નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ૨૫ તથા કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો મળીને પોતાની પાસે ૫૬ ધારાસભ્યોનું સમર્થન હોવાથી સરકાર રચવાનો લિખિત દાવો કર્યો. ભાજપને સંબંધિત ત્રણ પક્ષો સાથે આવવામાં “પાકિસ્તાનની રમત” દેખાઈ. ચક્રો ગતિમાન થયાં. હજુ વીતેલાં વર્ષોમાં પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિમાં સક્રિય એવા સજ્જાદ લોન નામક પીપલ્સ કોન્ફરન્સના ધારાસભ્યે રાજ્યપાલને પત્ર લખીને પોતાને ભાજપ અને પીડીપીના અમુક ધારાસભ્યોનો ટેકો હોવાનું લિખિત જણાવી સરકાર રચવાનો દાવો કર્યો. રાજ્યપાલ મલિકે બુધવારની રાતે જ  વિધાનસભા વિસર્જિત કરવાનું જાહેરનામું બહાર પડાવ્યું. ગૃહમાં સૌથી મોટા પક્ષ પીડીપીના દાવાને કોંગ્રેસ અને એનસીના ટેકાની બાબતને બોમ્માઈ ચુકાદા મુજબ ધારાગૃહમાં ચકાસવી પડે. એ ચકાસ્યા વિના જ ધારાસભા ભંગ કરવાનું આ પગલું સંવેદનશીલ રાજ્યમાં નવું ઉંબાડિયું ગણી શકાય. 
          જમ્મૂ-કાશ્મીરનો તાજો ઘટનાક્રમ પણ ધ્યાને લેવા જેવો ખરો. હજુ આતંકી હુમલા રોકાયા નથી. પાલિકાઓ અને પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની  ચૂંટણીઓમાં મોટેભાગે પીડીપી અને એનસીએ અળગા રહેવાનું નક્કી કર્યું એનો ફાયદો ભાજપ અને મિત્રપક્ષો લઇ શક્યા. જોકે લડાખમાં એના લોકસભાના સભ્ય હોવા છતાં એની દાળ ગળી નહીં,એટલું જ નહીં બૌદ્ધબહુલ લડાખના ભાજપના લોકસભાના સભ્ય થુપસ્તાન થેવાંગે તો ૧૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી જ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મળેલી ૨૫ બેઠકો હિંદુબહુલ જમ્મૂમાંથી જ હતી, જયારે પીડીપીને મળેલી ૨૮ બેઠકો મુસ્લિમબહુલ ખીણ પ્રદેશમાંથી જ હતી.વિધાનસભા ત્રિશંકુ થતાં ત્રણ મહિના પછી પીડીપી અને ભાજપની સંયુક્ત એવી “ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી” મુફ્તી મોહમ્મદ સઈદના વડપણવાળી સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ, બની હતી. જાન્યુઆરી ૨૦૧૬માં મુફ્તીના નિધન પછી એમનાં શાહજાદી મેહબૂબા મુફ્તીના વડપણવાળી સરકાર ઘણા વાંધાવચકા પછી ત્રણ મહિને રચાઈ હતી. બંને સરકારમાં નાયબ મુખ્યમંત્રીપદ ભાજપને મળ્યું હતું,પણ દીર્ઘદ્રષ્ટિ રાખીને વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો ભાજપે પોતાની કને રાખ્યો હતો. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(એ)ના મુદ્દે ભાજપ સાથે છેડો ફાડવાની વેતરણમાં હોવાની ગંધ આવતાં જ ૧૯ જૂન ૨૦૧૮ના રોજ ભાજપે પહેલો ઘા રાણાનો એ ન્યાયે ટેકો પાછો ખેંચી લઈને મુફ્તી સરકારને ગબડાવી હતી.એ વેળા રાજ્યપાલ એન.એન.વોહરા હતા. રાજ્યપાલનું શાસન લદાયું તો ખરું,પણ પીડીપીને તોડીને બહુમતી કરી લેવાની અપેક્ષાએ વિધાનસભા બરખાસ્ત કરવાને બદલે મૂર્છિત અવસ્થામાં રખાઈ હતી.છ મહિને રાજ્યપાલનું શાસન લંબાવવાનો વખત આવ્યો ત્યાં લગી ભાજપનો મેળ પડ્યો નહીં. રાજ્યના સૌથી સમૃદ્ધ ધારાસભ્ય અને મહેબૂબા મુફ્તીની પાર્ટીના નેતા અલ્તાફ બુખારી તેમજ ભાજપની છાવણીના સજ્જાદ લોન મુખ્યમંત્રી બનવા થનગનવા માંડ્યા ત્યાં જ વિધાનસભા બરખાસ્ત થઇ ગઈ ! 
        વાજપેયી યુગથી જ કાશ્મીર મામલે ભાજપે ઝેરનાં પારખાં કરવા માંડ્યાં હતાં. જોકે આજે પણ સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની “ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત”ની વાતને તમામ રાજકીય પક્ષો અને પ્રજા ખૂબ આદરથી યાદ કરે છે.મુફ્તી-મોદી જોડાણમાં પણ અટલજીની જ “ગુડવિલ” ખૂબ નિર્ણાયક બની હતી. ભાજપી નેતા વાજપેયી વડાપ્રધાન બન્યા ત્યાં લગી જનસંઘ-ભાજપના નેતાઓ અને કાર્યકરો  “શેર હમારા મારા હૈ, અબદુલ્લા ને મારા હૈ”નો નારો લગાવતાં થાકતા નહોતા. શેખ અબદુલ્લાની સરકાર વખતે અટકાયત દરમિયાન જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી મૃત્યુ પામ્યા હતા એટલે સંઘ-જનસંઘ-ભાજપને અબદુલ્લા પરિવાર સાથે બાપે માર્યાં વેર હતાં. જોકે અટલજીની સરકાર વખતે ડૉ.ફારુક અબદુલ્લાની પાર્ટી  એનડીએનો ભાગ હતી.એ વેળા ડૉ.અબદુલ્લા મુખ્યમંત્રી અને એમના શાહજાદા ઓમર અબદુલ્લા વિદેશ રાજ્ય મંત્રી હતા.એ જોડાણ પણ તૂટી ગયું હતું. એ પછી “બાપ-બેટી કી સરકાર”ની જોરદાર ટીકા કર્યા પછી માર્ચ ૨૦૧૫માં મોદીના ભાજપ અને મુફ્તીની પીડીપીની સંયુક્ત સરકાર રચાઈ હતી.
        મુફ્તી જયારે વી.પી.સિંહની સરકારમાં ગૃહમંત્રી હતા ત્યારે કેટલાક ત્રાસવાદીઓને મુક્ત કરાવવા માટે તેમની દીકરી ડૉ.રૂબિયાનું “બનાવટી” અપહરણ અને ગાંધીનગરના અક્ષરધામ પરના ૨૦૦૨ના આતંકી હુમલાનું કાવતરું મુખ્યમંત્રી મુફ્તીના એક મંત્રી ઝરગરના ઘરમાં ઘડાયું હોવાનું રાજ્યપાલ રહેલા લેફ્ટ.જનરલ (નિ.) એસ.કે.સિંહાએ “મિશન કાશ્મીર”માં નોંધ્યું છે. જમ્મૂ-કાશ્મીરની પીડીપી અને ભાજપની સરકારમાં મંત્રી રહેલા અને ભાજપના ટેકે મુખ્યમંત્રી બનવા માટે તાજેતરમાં પ્રયત્ન કરનાર સજ્જાદ લોનનો અતીત પણ ત્રાસવાદ સાથેના સીધા સંબંધનો છે. પાકિસ્તાનમાં રહીને ભારતવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ રહ્યા પછી “રિફોર્મિસ્ટ” તરીકે કાશ્મીરના રાજકારણમાં એ પ્રવેશ્યા. સજ્જાદ પાકિસ્તાનના રાવલપિંડીમાં એપ્રિલ ૨૦૧૬માં મૃત્યુ લગી જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ચલાવતા રહેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અમાનુલ્લા ખાનના જમાઈ છે. અગાઉ સજ્જાદ અને તેમના મોટાભાઈ બિલાલ લોન બંને ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ રહ્યા છે. પિતા અબ્દુલ ગની લોનની ૨૦૦૨માં હત્યા થતાં સજ્જાદે તેમના પક્ષ પીપલ્સ કોન્ફરન્સના નોખા ચોકાનું સુકાન સંભાળ્યું. ભાઈ બિલાલ હુરિયત કોન્ફરન્સ સાથે રહીને ભાગલાવાદી પ્રવૃત્તિમાં આજે ય સક્રિય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સજ્જાદની પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. એને બે બેઠકો મળી હતી. વિધાનસભા બરખાસ્ત થયા પછી નવી ચૂંટણી યોજાય એ માટે હવે સૌ ઉત્સુક છે.અપેક્ષા કરીએ કે રાજ્યમાં હિંસાના વાતાવરણને બદલે પ્રજાને સુખચેનની અનુભૂતિ થાય.
ઈ-મેઈલ : haridesai@gmail.com

Thursday, 22 November 2018

Sardar Patel invites RSS to join Congress

Dr.Hari Desai writes weekly column in Gujarat Guardian Daily of Surat 21 November 2018
સંઘના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકોને કૉંગ્રેસમાં જોડાવા સરદાર પટેલનું નિમંત્રણ : ડૉ.હરિ દેસાઈ
  • વલ્લભભાઈ વિરોધીઓને પણ રાષ્ટ્રનિર્માણમાં જોતરવામાં ભાગ્યે જ સંકોચ રાખતા હતા
  • ગુરુજીએ સરદારને લખ્યું છે કે રાજકીય ક્ષેત્રમાં કાર્યક્ષમ અને વર્તમાનકાળમાં શાસનારૂઢ સંસ્થા કૉંગ્રેસ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અસામાન્ય બંધુભાવ, દૃઢ રાષ્ટ્રપ્રેમ તથા સ્વાર્થશૂન્યતાને નિર્માણ કરવામાં સફળતા પામનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે વૈમનસ્ય ન થાય, એ બંને પરસ્પર પૂરક થાય, અને તેમનું ક્યાંક પવિત્ર મિલન થાય એ માટે મેં મારી પૂરી શક્તિથી પ્રયત્ન કર્યો. સહકારનો હાથ આગળ ધર્યો. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે મારી સદ્‌ભાવનાઓની આપના તરફથી ઉપેક્ષા થઇ. બંને પ્રવાહોના સંયોગની મારા મનની ઇચ્છા અતૃપ્ત બની રહી
ભારતમાં આજે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ(બીજેપી)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) અને કૉંગ્રેસના સર્વસત્તાધીશ નેતા રહેલા સરદાર વલ્લભભાઇ પટેલ વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે. ૩૧ ઑક્ટોબર, ૧૮૭૫ના રોજ નડિયાદના દેસાઇવગોમાં જન્મેલા વલ્લભભાઇની સાચી જન્મતારીખ તો ૩૦ ઍપ્રિલ, ૧૮૭૬ અથવા ૭ મે, ૧૮૭૬ હોવા છતાં સરદારે મેટ્રિકનું ફોર્મ ભરતી વખતેજે યાદ આવી એ ઠોકી દીધેલી જન્મતારીખ૩૧ ઑક્ટોબર સમગ્ર ભારત સત્તાવાર રીતે મનાવે છે. મેટ્રિક બે ટ્રાયલે પાસ થયેલા વલ્લભભાઇની વિરાટ પ્રતિભાનાં દર્શન બેરિસ્ટર થવા એ લંડન આવ્યા અને એ પછી ભારતની સ્વાતંત્ર્‌ય ચળવળમાં પણ થયાં. મહાત્મા ગાંધી માટે અનિવાર્ય બનેલા એવા સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી બન્યા અને સામ, દામ, દંડ અને ભેદની ચાણક્યનીતિને આત્મસાત કરીને એમણે આખું આયખું ભારતમાતાને ચરણે સમર્પિત કર્યું હતું.હિંદુરાષ્ટ્રના કટ્ટર વિરોધી અને કૉમ્યૂનિસ્ટોના પણ બળૂકા દુશ્મન એવા સરદાર પટેલ વિરોધીઓને પણ રાષ્ટ્રનિર્માણમાં જોતરવામાં ભાગ્યે જ સંકોચ રાખતા હતા. હિંદુ-મુસ્લિમ એકતાના આગ્રહી અને ગાંધીજીની અહિંસાના આજીવન સમર્થક રહેલા વલ્લભભાઇએહિંદુરાષ્ટ્રના સમર્થક એવા રા.સ્વ.સંઘના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકોને કૉંગ્રેસ સાથે જોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. કૉંગ્રેસના કટ્ટર વિરોધી અને ભવિષ્યમાં પણ કટ્ટર વિરોધી થનારા ડૉ.બાબાસાહેબ આંબેડકર અને ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીને સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય સરકાર સાથે જોડવાનો યશ પણ સરદાર સાહેબને જ આપવો પડે.
૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ અખિલ ભારતીય હિંદુ મહાસભાના સાવરકરવાદીઅગ્રણીનથુરામ ગોડસેની ગોળીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વીંધાયા પછી હિંદુ મહાસભા અને રા.સ્વ.સંઘ પર પ્રતિબંધ લાદ્યો. એ  પછી પણ સરદારે ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ સંઘના સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકરને જણાવ્યું કે હું એવા દૃઢનિશ્ચય પર આવ્યો છું કે આરએસએસના લોકો તેમના રાષ્ટ્રપ્રેરિત કાર્યને કૉંગ્રેસમાં જોડાઇને જ પરિપૂર્ણ કરી શકે છે, અલગ અસ્તિત્વ જાળવીને કે એનો વિરોધ કરીને નહીં. મને આનંદ છે કે આપ જેલમુક્ત થયા છો. આશા રાખું છું કે આપ મારો ઉપરોક્ત બાબત અંગે વિચારવિમર્શ કરીને યોગ્ય તે નિર્ણય પર આવશો. ગુરુજીએ સરદાર પટેલને લખેલા પત્રોના ઉત્તરમાં માત્ર બે પત્રો જ એમણે ગુરુજીને લખ્યા છે, પણ એ પત્રોમાં એમનો ગોળવળકર માટેનો આદરભાવ ઝળકવાની સાથે જ સંઘ બંધારણ તૈયાર કરીને એ મુજબ કાર્યરત રહે એ માટેનો દઢ આગ્રહ પણ સ્પષ્ટ થાય છે. બીજો પત્ર સરદારે ૨૬ સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ગુરુજીને લખ્યો છે. એ પછી ગુરુજીએ સરદારને ઉદ્દેશીને પત્રો લખ્યા છે જરૂર, પણ સરદારને બદલે ગૃહ વિભાગના સચિવ અને આઇસીએસ અધિકારી એચ.વી.આર.આયંગારે જ એના ઉત્તર વાળ્યા છે. છેલ્લે ૧ જૂન ૧૯૪૯નો પત્ર ગુરુજીએ જેલમાંથી લખીનેપત્ર લખવાનો કોઇ અર્થ નથી એટલે લખવાનું માંડી વાળું છું,’ એવી નારાજીની નોંધ સાથે લખ્યો છે.એના ઉત્તરમાં સિમલાથી આયંગારે પણપત્રવ્યવહાર ચાલુ રાખવાનું સરકારને પણ અર્થસભર લાગતું નથીએવું જણાવતો પત્ર પાઠવ્યો છે.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘના પ્રચારક તરીકે અમદાવાદસ્થિત ડૉ.હેડગેવારભવનથી સપ્ટેમ્બર ૫, ૧૯૮૪ના  રોજ પ્રકાશિત થયેલા પુસ્તક ‘‘પત્રરૂપ શ્રીગુરુજી’’માં નોંધ્યું છેઃ ‘‘જીવનની કોઇપણ ક્ષણે આવેશમાં ખેંચાઇ ન જતાં સ્થિતપ્રજ્ઞ રહેવું તે માટેનો સતત જાગૃત પરિશ્રમ’’ પત્રોમાં અનુભવાતો હતો. નરેન્દ્રભાઇ દ્વારા અનુદિત ગુરુજીના આવા પત્રો પ્રકરણ-૯માંઅન્યાયને પડકારશીર્ષક હેઠળ મૂકાયા છે. એમાં વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઇને ગુરુજીએ લખેલા પત્રો છે, પણ એ પત્રોના ઉત્તરમાં આવેલા પત્રો નથી. એ માટે પી.એન.ચોપડા અને પ્રભા ચોપડા સંપાદિત ‘‘ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ સરદાર વલ્લભભાઇ પટેલ’’નો ગ્રંથ-૧૪ જોવો અનિવાર્ય બની જાય છે.
મોદીઅનુદિત પત્રોમાં ‘‘સત્યને લાંબો સમય છુપાવી શકાય નહીં’’ એ શીર્ષક હેઠળના ગુરુજીલિખિતમાન્યવર સરદારજીને સંબોધીને લખાયેલો ૫ નવેમ્બર ૧૯૪૮નો પત્ર વર્તમાન સંજોગોમાં પણ સવિશેષ પ્રસ્તુત બની જાય છે. ‘‘રાજકીય ક્ષેત્રમાં કાર્યક્ષમ અને વર્તમાનકાળમાં શાસનારૂઢ સંસ્થા કૉંગ્રેસ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં અસામાન્ય બંધુભાવ, દૃઢ રાષ્ટ્રપ્રેમ તથા સ્વાર્થશૂન્યતાને નિર્માણ કરવામાં સફળતા પામનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે વૈમનસ્ય ન થાય, એ બંને પરસ્પર પૂરક થાય, અને તેમનું ક્યાંક પવિત્ર મિલન થાય એ માટે મેં મારી પૂરી શક્તિથી પ્રયત્ન કર્યો. સહકારનો હાથ આગળ ધર્યો. મારે અત્યંત દુઃખ સાથે કહેવું પડે કે મારી સદ્‌ભાવનાઓની આપના તરફથી ઉપેક્ષા થઇ. બંને પ્રવાહોના સંયોગની મારા મનની ઇચ્છા અતૃપ્ત બની રહી. શક્ય છે કે પરમ કરુણામય પરમાત્મા મારા માટે કોઇ અન્ય માર્ગની તરફ સંકેત કરી  રહ્યો હોય અને સંભવતઃ તેમાંજ આ દેવભૂમિ ભારતવર્ષના ભાગ્યોદયનાં બીજ હોય.’’
‘‘માર્ગો જુદા થતી વખતે મારી ઇચ્છા છે કે એકવાર આપનાં દર્શન કરું. યદ્યપિ આપે મને ન મળવાનો વિચાર કર્યો હોય તથાપિ હું આપને પ્રાર્થના કરું છું કે આપ એક અવસર મને આપો તેથી શિષ્ટ સંપ્રદાય અનુસાર હું આપની  વિદાય લઇ શકું. સંઘને કાયદેસર કરાવવાના વિષયમાં આપના અને મારા વચ્ચે યદ્યપિ કોઇ મતભિન્નતા ઉત્પન્ન થઇ ગઇ હોય તો પણ હું વ્યક્તિગત રીતે આપને ખૂબ માનું છું . અને આ જ દૃષ્ટિથી જુદો માર્ગ, અનિચ્છાઓ જ કેમ ન હોય, અપનાવતી વખતે આપને મળીને જવાની ઇચ્છા છે.’’ ગુરુજીને દિલ્હી જિલ્લા અધિકારીએ ૨ નવેમ્બર, ૧૯૪૮ના રોજ પાઠવેલા પ્રતિબંધ-આજ્ઞાપત્રનેઅકારણ અને અન્યાયીસમજીને પરત કરી દીધો હોવાની નોંધ પણ સરદારને લખેલા પત્રમાં કરી છે. બંને મહાનુભાવો વચ્ચે પુનઃ કોઇ મુલાકાત થયાનો સંદર્ભ અમોને મળતો નથી. ૧૩ નવેમ્બર ૧૯૪૮ના રોજસંઘ પરના પ્રતિબંધને નહીં હટાવવાનો આપનો (સરદારનો) નિર્ણય જાણતાં.ગુરુજીએ લખેલા પત્રમાં સંઘ પરના બધા આક્ષેપો નિરાધાર તથા તર્કહીન હોવાને કારણે તેમને પાછા ખેંચી લઇને પ્રતિબંધને હટાવી લેવાનો’’ આગ્રહ કર્યો છે. એ પત્રના અંતમાં સંઘના દ્વિતીય સરસંઘચાલકજીએ નોંધ્યું છેઃ ‘‘મને વિશ્વાસ છે કે જે કંઇ ઉપર લખ્યું છે તેની તરફ આપ ઉચિત ધ્યાન આપશો અને ન્યાયી અને ઉચિત હોય એવું કાર્ય કરશો. આપ તેમ નહીં કરો તો એ કાર્ય સરમુખત્યારીભર્યું અને ગેરકાયદે પુરવાર થશે.’’ આ પત્રના પ્રારંભમાં ગુરુજીએ નોંધેલા શબ્દો પંડિત નેહરુ કરતાં સરદાર ભણી એમનો રોષ વધુ પ્રગટવા અને તેમના પગલાનેસરમુખત્યારીભર્યું’  લેખવા પ્રેરે છે. ‘‘માનનીય સરદારજી, પ્રણામ, આપના તરફથી આયંગારનો પત્ર કાલે સાંજે મને મળ્યો. ધન્યવાદ. ૧૦ નવેમ્બરે માનનીય પ્રધાનમંત્રી (નેહરુ) દ્વારા મને મોકલાવેલા પત્રને આધારે સંઘ પરના પ્રતિબંધને નહીં હટાવવાનો આપનો નિર્ણય મને જાણવા મળ્યો. મને એ જોઇને આશ્ચર્ય થાય છે કે એક તરફ પ્રધાનમંત્રીએ પોતાના પત્રમાં મને એવું સૂચિત કર્યું છે કે ગૃહવિભાગે જ તેના પર નિર્ણય કરવાનો છે અને બીજી તરફ આપનો નિર્ણય પ્રધાનમંત્રી દ્વારા મને મોકલવામાં આવેલા પત્ર પર આધારિત હતો.’’
સંઘ, સરદાર અને નેહરુના ત્રિકોણને સમજવા માટે નેહરુ, સરદાર અને ગુરુજી વચ્ચેના પત્રવ્યવહારને  આધારે નવેસરથી વિચારવાની જરૂર વર્તમાન સંજોગોમાં ઊભી થઇ છે: ખાસ કરીને આજે સંઘ, હિંદુ મહાસભા અને શિવસેના જેવાં હિંદુવાદી સંગઠનો ભારતનેહિંદુરાષ્ટ્રઘોષિત કરવાની ઝુંબેશ ચલાવી રહ્યાં છે અને હિંદુરાષ્ટ્ર નેપાળ જ્યારે સેક્યુલરવાદી રાષ્ટ્ર જાહેર થયું છે ત્યારે તો સવિશેષ; એ પણ પાછું જેમ ડૉ.બાબાસાહેબ આંબેડકરહિંદુ રાષ્ટ્રનો વિરોધ કરતા હતા તેમ સરદાર પટેલ પોતે પણ , “હિંદુ રાષ્ટ્રનેગાંડાઓનો ખ્યાલમાનતા હતા ત્યારે.     ઈ-મેઈલ : haridesai@gmail.com

Sardar Patel and the Sikhs



Sardar Patel and the Sikhs
·         “For Sikhs Vallabhbhai was their Best friend”, wrote Baldev Singh

·         Patel thundered: “I will not tolerate Delhi becoming another Lahore

Dr. Hari Desai’s weekly column “Back to Roots” in “Asian Voice”, the Newsweekly of ABPL Group, London 23 June 2018     For full text visit  https://bit.ly/2JTGchu  and comment.
·         “Before partition the Sikhs constituted the majority community in Faridkot; the Muslims in Kapurthala, and the Hindus in Jind. In Patiala, the Sikhs formed, according to the census of 1941, 47.3 per cent of the total population. The partition and the consequent two-way migration materially affected the population ratio in these States. 
·         The correspondence between the Maharaja of Patiala, who was made the Rajpramukh, and Sardar Patel speaks of the love and loyalty of the Sardar for the Sikh community too. Even when Sardar Tara Singh was running campaign for a separate Punjab Suba, the Maharaja and Sardar Baldev Singh remained loyal to India. Sardar Patel always honoured the sacrifice given by the Sikhs and favoured an honourable place to the Sikhs as a community.
·         The partition of India followed bloodshed, killings and uprooting of millions of people from both the sides. Thousands of refugees from Pakistan were pouring into the streets of Delhi bringing tales of misery, death and rape which incited the local Hindus and Sikhs to take up arms against their Muslim brothers of Delhi.
·         Patel had thundered:“I will not tolerate Delhi becoming another Lahore.” When he went to Amritsar on 30 September 1947, he advised the Sikh leaders: “Break the vicious circle of attacks and retaliation at least for a week. And if Pakistan did not respond in kind, India would take them to task.”
·         “I will ask the Sikhs to take control of the country and rule. They may be able to rule because they have got the capacity, they have got the resources and they have got the courage. In any field, either in agriculture, in engineering or in the army, in any walk of life you have proved your mettle. Why do you being to think low of yourself?”

The Parliament Election in Bangladesh : Selection of candidates on Video Conferencing


Dr.Hari Desai writes weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Sardar Gujrjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar) and other Dailies. You may read the full text and comment. 
બાંગલાદેશની સંસદની ચૂંટણી: લંડનથી વીડિયો કોન્ફરન્સિંગ પર ઉમેદવાર પસંદગી: ડૉ.હરિ દેસાઈ
  • ·         વડાપ્રધાન શેખ હસીનાની સામે બંગબંધુના સાથી ડૉ.કમાલ હુસૈનના વડપણવાળો ૨૦ પક્ષોનો મોરચો
  • ·         ભારતતરફી અવામી લીગ વિરુદ્ધ પાકિસ્તાનતરફી બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ
  • ·         જેલવાસી પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની બીએનપી સહિતનો જાતીય ઐક્ય ફ્રન્ટ સત્તારૂઢ થવા ઉત્સુક
  • ·         ભારતીય જનતા પાર્ટીથી પ્રેરાઈને બાંગલાદેશ જનતા પાર્ટી (બીજેપી) હિંદુહિત માટે ચૂંટણી જંગમાં ઝૂકાવશે


બાંગલાદેશમાં સંસદની ચૂંટણી આવતે મહિને યોજાય એ પહેલાં ઘણી આસમાની સુલતાની થઇ રહી છે: વર્તમાન વડાપ્રધાન શેખ હસીના વાજેદને પરાજિત કરવા માટે જેલવાસી ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના લંડનવાસી પુત્ર તારિક રહેમાન વીડિયો કોન્ફરન્સિંગ પર તેમના પક્ષના ઉમેદવારો પસંદ કરવા ઇન્ટર્વ્યૂ લઇ રહ્યા છે.મામલો ચૂંટણી પંચે પહોંચ્યો છે: ત્રણ-ત્રણ ખટલામાં અદાલતે જેમને દોષિત જાહેર કર્યા છે એવા મુખ્ય વિપક્ષના કાર્યવાહક વડા આવી પ્રક્રિયા કરી ના શકે એવી ફરિયાદ સત્તાપક્ષે કરી છે.ચૂંટણી પંચ હજુ પગલાં લેવાની સ્થિતિમાં નથી ત્યાં તો હિંસા અને અથડામણો વધી રહી છે. આગામી ૩૦ ડિસેમ્બરે સંસદની ૩૫૦ બેઠકોની ચૂંટણી થવાનું નક્કી થઇ ચૂક્યું છે..જાન્યુઆરી ૨૦૧૪માં યોજાયેલી છેલ્લી ચૂંટણી વર્તમાન વડાપ્રધાન અને દેશના રાષ્ટ્રપિતા બંગબંધુ મુજીબુર્રહેમાનનાં દીકરી શેખ હસીના વાજેદ માટે જેટલી સરળ હતી, એટલી આ વખતની ચૂંટણી સરળ નથી.ગઈ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ વખતે બીએનપીનાં સુપ્રીમો અને ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા ભલે ભ્રષ્ટાચારના ખટલાઓમાં પાંચ વર્ષની સજા ભોગવવા જેલમાં હોય, એમના પક્ષ સહિતના ૨૦ વિપક્ષોના મોરચા જાતીય ઐક્ય ફ્રન્ટને ચૂંટણી પ્રભાવી રીતે લડાવવા માટે ગણ ફોરમ પક્ષના વડા બૅરિસ્ટર ડૉ.કમાલ હુસૈન જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવ મળ્યા છે. ડૉ.કમાલ બંગબંધુના નિકટના સાથી જ નહીં, પાકિસ્તાનની જેલમાં પણ સાથે હતા.દુનિયાભરમાં આદરથી લેવાતું નામ છે.જોકે આ વખતની ચૂંટણી જીતવામાં શેખ હસીનાને બહુ મુશ્કેલી પડવાની શક્યતા નથી,પરંતુ તલવારની ધાર પર ચાલવા જેવો જંગ જરૂર ખેલાશે. હસીના તાનાશાહ ગણાય છે,પરંતુ ભારત તરફી છબિ અને હિંદુઓ માટેની સહાનુભૂતિ ઉપરાંત ચૂંટણી વખતે પણ સરકારમાં રહેવાના ફાયદા એમને મળવાના હોવાથી ચૂંટણી જીતીને એ વડાપ્રધાન બને તો બહુ આશ્ચર્ય નહીં થાય.આવું બને તો લાગલગાટ ત્રણવાર વડાપ્રધાન બનાવાનો વિક્રમ નોંધાવશે.
બાંગલાદેશના રાજકારણમાં મહિલાઓ
પાકિસ્તાનના ગોત્રના જ આ દેશને વારંવાર ઇસ્લામિક રાષ્ટ્ર કરવાની કોશિશ થતી રહી હોવા છતાં એ ફરી ફરીને સેક્યુલર રિપબ્લિક બન્યું છે.એનો યશ શેખ હસીનાની નેતાગીરીને આપવો પડે. પૂર્વ પાકિસ્તાનની પ્રજા બંગાળી ભાષા અને સંસ્કૃતિ માટેનું ગૌરવ ધરાવતી હોવાથી એણે પશ્ચિમ પાકિસ્તાનની જોહુકમી અને ઉર્દૂ માટેના દુરાગ્રહ સામે વિરોધ આંદોલન કર્યાં.શેખ મુજીબે જયારે ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો અને વડાપ્રધાન થવાનો એમનો વારો હતો ત્યારે પાકિસ્તાને એમને  અન્યાય કર્યો એટલું જ નહીં, બંગાળી પ્રજા પર જુલમ કર્યા.મુજીબ અને ડૉ.કમાલ જેવા અનેકોને જેલમાં ઠૂંસી દીધા.ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના યુગમાં દિલ્હીના સમર્થનથી પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગલાદેશનું અવતરણ થયું અને મુજીબ એના પ્રથમ વડાપ્રધાન બન્યા.જોકે ૧૯૭૫માં એ રાષ્ટ્રપતિ બન્યા અને એક પક્ષી સરકાર થકી જોહુકમી આદરી એવા વખતે લશ્કરે બળવો કર્યો,મુજીબ સહિત પરિવારની કત્લેઆમ થઇ.એ વેળા હસીના અને તેમનાં બહેન શેખ રેહાના બાંગલા દેશમાં નહોતાં.તેઓ પશ્ચિમ જર્મનીમાં હતાં એટલે બચી ગયાં. હસીના  છેક ૧૯૮૧માં સ્વદેશ આવી શક્યાં.રેહાના અવામી લીગનાં નેતા છે અને એમની દીકરી તુલીપ રીઝવાના સિદ્દીક યુ.કે.માં લેબર પાર્ટીનાં સાંસદ છે.  વર્ષ ૧૯૭૫ના એ લશ્કરી બળવાને પગલે જનરલ ઝિયા ઉર રહેમાન  લશ્કરી તાનાશાહ બન્યા.એમનાં પત્ની એટલે ખાલેદા ઝિયા.જનરલ ઝિયાએ બીએનપી સ્થાપી અને એને જીતાડીને લોકતંત્રનો દેખાડો કરીને દેશને ઇસ્લામિક બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે એમની પણ ૧૯૮૧માં હત્યા થતાં જનરલ અરશદ ગાદીએ ચડી બેઠા.એ પણ ઇસ્લામિક રાજ્યના જ આગ્રહી રહ્યા.અરશદ  સામે ૧૯૯૦માં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ માટે જનઆંદોલન થયું અને એમણે ૧૯૯૧માં સત્તા છોડવી પડતાં જેલવાસી થયાં.ચૂંટણી પછી ખાલિદા ઝિયા વડાપ્રધાન થયાં. વડાપ્રધાનને વહીવટી સત્તા મળે એવા બંધારણીય ફેરફાર કર્યા.૧૯૯૬ની ચૂંટણીમાં અવામી લીગનાં શેખ હસીના વિજયી થતાં વડાપ્રધાન થયાં.૧૯૯૭માં અરશદ જેલમુક્ત થયા.જુલાઈ ૨૦૦૧માં હસીનાએ વડાપ્રધાનપદે પાંચ વર્ષ પૂર્ણ કર્યાં અને ચૂંટણી માટે સત્તા કાર્યવાહક સરકારને સોંપી.
હત્યાના ખટલામાં હસીના જેલવાસી
ઓક્ટોબર ૨૦૦૧ની ચૂંટણી હસીના  હાર્યાં અને ફરી ખાલિદા ઝિયા વડાપ્રધાન બન્યાં.ઓક્ટોબર ૨૦૦૬માં ખાલિદાએ કાર્યવાહક સરકારને સત્તા સોંપી અને ચૂંટણીમાં શેખ હસીનાનો વિજય થતાં એ વડાપ્રધાન થયાં.એપ્રિલ ૨૦૦૭માં શેખ હસીના એક હત્યા પ્રકરણમાં જેલવાસી થયાં. ખાલિદા ઝિયા ભ્રષ્ટાચારના ખટલામાં નજરકેદ થયાં. જૂન ૨૦૦૮માં તબીબી સારવાર માટે હસીનાને અમેરિકા જવા મુક્ત કરાયાં.એ પછી ડિસેમ્બર ૨૦૦૮માં જે ચૂંટણી થઇ તેમાં અવામી લીગ ભવ્ય બહુમતી સાથે ચૂંટાતાં શેખ હસીના જાન્યુઆરી ૨૦૦૯માં વડાપ્રધાન થયાં.જોકે તેમના ન્યૂક્લિઅર વૈજ્ઞાનિક પતિ એમ.એ.વાજેદ મિયાંનું મે ૨૦૦૯માં નિધન થયું હતું. વડાપ્રધાન હસીનાએ આ મુદતમાં બંધારણીય સુધારો કરીને ચૂંટણી માટે સત્તા કાર્યવાહક સરકારને સોંપવાની જોગવાઈ દૂર કરાવી.આજે પાકિસ્તાનમાં પણ ચૂંટણી પૂર્વે વડાપ્રધાન કે મુખ્યમંત્રી સત્તા કાર્યવાહક સરકારને સોંપી દેવાની જોગવાઈ છે.ભારતમાં આવી જોગવાઈ નથી.વર્ષ ૨૦૧૪માં સંસદની ચૂંટણી માટે શેખ હસીના હોદ્દાનો દુરુપયોગ ના કરે એ માટે સત્તા કાર્યવાહક સરકારને સોંપે એ સહિતની માંગણીઓ સાથે બીએનપી ચૂંટણી લડવા માંગતી હતી,પણ એ મંજૂર નહીં રખાતાં બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.આ વખતે ચૂંટણીમાં આ માંગણી ઊઠી તો છે,પણ હસીના દાદ દે તેમ નથી. ખાલિદા જેલમાં છે.ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવાય એવી ચર્ચા પણ છે.એમનો દીકરો અને વિદેશમાં રહીને પક્ષના કાર્યવાહક અધ્યક્ષની જવાબદારી સંભળાતા તારિક રહેમાનની મથરાવટી પણ મેલી છે.એની સામે પણ ભ્રષ્ટાચારના ખટલા છે.બીએનપીનું કહેવું છે કે હસીના રાજકીય વેર વાળવા આવા ખટલા દાખલ કરાવે છે. સંસદની છેલ્લી ચૂંટણીમાં જનરલ અરશદની જાતીય પાર્ટી (ઈ)નાં ઉમેદવાર અને અરશદનાં પત્ની રોશન અરશદને વિપક્ષનાં નેતા થવાની તક મળી હતી.સંસદનાં અધ્યક્ષ પણ શિરીન શર્મીમ ચૌધરી નામક અવામી લીગનાં નેતા છે. સંસદમાં નાયબ નેતા  તરીકે પણ હસીનાના પક્ષનાં જ સઈદા સાજેદા ચૌધરી છે. ૩૫૦ સભ્યોમાંથીએક બેઠક ખાલી છે.ગૃહમાં  ૨૭૬ અવામી પાર્ટીના સભ્યો છે.બાકીના ચાર પક્ષો તેમના સત્તા મોરચામાં છે.વિપક્ષમાં એકમાત્ર અરશદની પાર્ટીના ૪૦ સભ્યો ઉપરાંત અપક્ષ સાંસદોની સંખ્યા ૧૬ છે. હવેની ચૂંટણીમાં બીએનપીના વડપણવાળા મોરચાની ચૂંટણીમાં સામેલગીરીથી ચિત્ર બદલશે.
ખાલિદાના કટ્ટરવાદ વિરુદ્ધ બીજેપી
ખાલિદા શાસનમાં જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરવાદી પક્ષ થકી આતંકી પ્રવૃત્તિ વધી છે. લઘુમતી એટલેકે હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી જૂથો વિરુદ્ધ હિસાચાર નિરંકુશ બનતો રહ્યો છે.એવું નથી કે બીએનપીમાં હિંદુ નેતાઓ નથી,પણ મહદઅંશે બાંગલાદેશની લઘુમતીનાં હિતોની રક્ષા કરે એવો વિશ્વાસ પેદા કરવામાં બીએનપી નિષ્ફળ ગઈ છે.એટલે જ ડૉ.કમાલે તો મોરચાના ઘટકપક્ષોમાં જમાત-એ-ઇસ્લામીને આગળ કરવાનાં જોખમ નિહાળ્યાં છે.મંદિરો અને ચર્ચો પરના હુમલા કે લઘુમતી સમાજના લોકોને અસલામતી અનુભવાય એવો માહોલ પેદા કરવામાં આવે કે પછી તેમને ઇસ્લામ કબૂલવાની ફરજ પાડવામાં આવે, એ સામે ભારતમાંની સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માંથી પ્રેરણા લઈને અને ભારતના આ પક્ષના નેતાઓને મળીને બાંગલાદેશ જનતા પાર્ટી (બીજેપી)ની નોંધણી કરવી હોવાનું એના અધ્યક્ષ મિથુન ચૌધરી ગાઈવગાડીને કહી રહ્યા છે.એમણે ચૂંટણી ચિહ્ન પણ બે હાથ અને કમળ રાખ્યું છે. બાંગલાદેશમાંથી બે કરોડ જેટલા હિંદુ અને મુસ્લિમ ભારતમાં આવીને ગેરકાયદે વસવાટ કરે છે એવા આંકડા યુપીએ અને એનડીએની સરકારોએ સંસદમાં રજૂ કર્યા હોવા છતાં ઢાકા તો પાણીમાંથી કોરુંધાક નીકળી જતું હોય તેમ “અમારા કોઈ નાગરિકો ભારતમાં ઘૂસણખોર તરીકે રહેતા જ નથી” એવું સુણાવે છે.પ્રાધ્યાપક બરકત જેવા બાંગલાદેશના નિષ્ણાતોના અંદાજ મુજબ, જે રીતે એમના દેશમાંથી હિંદુઓ હિજરત કરી રહ્યા છે એ જોતાં આવતા ત્રણ દાયકામાં ત્યાં કોઈ હિંદુ બચશે નહીં.ભારત સરકાર પણ આ બાબતમાં ઘરઆંગણે હાકલાદેકારા બહુ કરે છે,પણ બાંગલાદેશની સરકાર સાથે ઘૂસણખોરોને પરત લેવા બાબત ગંભીરપણે મુદ્દો ઊઠાવતી નથી.
હિંદુહિતની જાળવણી થતી નથી
અત્યારે બાંગલાદેશની સંસદની વેબસાઇટ પર મૂકાયેલી સત્તાવાર માહિતી મુજબ, તેની કુલ ૧૬.૧૭ કરોડની વસ્તીમાં માત્ર ૧૨. % હિંદુ હવે ત્યાં વસે છે.૮૬. % મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં હવે માત્ર ૧૨.% હિંદુ, . % બૌદ્ધ, . % ખ્રિસ્તી અને . % અન્ય છે.૯૮ % લોકો બંગાળી છે. દેશની હસીના સરકારમાં પણ ૩૩ કેબિનેટ મંત્રીઓમાં માત્ર એકજ હિંદુ મંત્રી છે. એને વખતે ટિકિટ મળવા વિશે શંકા છે. ૧૭ રાજ્યકક્ષાના પ્રધાનોમાં માત્ર બે હિંદુ/બૌદ્ધ  પ્રધાનો છે. હસીના ભલે ગમે તેટલી હસી હસીને વાતો કરતાં હોય, હિંદુ અને બીજી લઘુમતીઓ પર અત્યાચાર રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે.એટલેજ ભાજપના બટકબોલા સાંસદ ડૉ.સુબ્રમણિયન સ્વામી તો બાંગલાદેશ પર આક્રમણ કરવાની સલાહ આપવાનું પસંદ કરે છે.સાથે પાકિસ્તાનને ચાર ટુકડામાં વહેંચી દેવાની સુફિયાણી સલાહ આપવાનું ચુકતા નથી. મ્યાનમારમાંથી હિજરત કરીને બાંગલાદેશને માથે પડેલા રોહિંગ્યાની સમસ્યા અને ભારણ પણ વખતની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનશે.જોકે સમાન ધરાતલ પર ચૂંટણી યોજાતી નહીં હોવાથી હસીના વાજેદની અવામી લીગ ફરી સરકાર રચે એવી શક્યતા પ્રબળ છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com