Friday 22 September 2017

The Founder of RSS kept aloof from publicity

પ્રસિદ્ધિવિમુખ સંઘસંસ્થાપક ડૉ..કેશવ બલિરામ હેડગેવાર

ડૉ.હરિ દેસાઈની લંડનથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માં સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં નીરક્ષીર” ૨૩સપ્ટેમ્બર ૨૦૧૭  

 વેબ લિંક :  http://bit.ly/2yrZ3qQ   બ્લોગ : haridesai.blogspot.com

·         સંઘના સંસ્થાપકે કામને બોલવા દેવાની શીખ ગૂંજે બંધાવી હતી. આજે પરપોટા દેડકાંની જેમ ડ્રાંઉ ડ્રાંઉ કરતાં નક્કર કામને બદલે વચનોની લ્હાણી કરવાના ખેલમાં રમમાણ છે .
·         એ પણ જમાનો હતો કે ડોક્ટરજીએ આદેશ આપવો પડતો હતો કે રખેને કોઈ અખબારમાં ભૂલથી પણ તમે સંઘનું કામ કરવાના છો એના સમાચાર છપાય. આજે કામ કેટલું થાય એ નાણવાને બદલે પ્રેસનોટના મથાળેથી પ્રેસનોટ રજૂ કરનારના નામથી લખાણ ચાલુ થાય છે! લોકોને આંજી નાંખવાની આજના યુગની પરંપરામાં કોઈએ પાછળ નથી રહેવું.
·         ૨ મે ૧૯૩૫ના રોજ સાંગલીમાં સંઘચાલક કાશીનાથરાવ લિમયેની હઠને પગલે સંઘના સંસ્થાપક સરસંઘચાલક ડૉ. હેડગેવાર સંઘ ગણવેશમાં તસવીર પડાવવા તૈયાર થયા હતા. શરત એટલી હતી કે એ તસવીરનો ક્યાંય પ્રચાર ના થાય અને એની નેગેટિવ નષ્ટ કરી દેવાય! વ્યક્તિ-પૂજાનો નિષેધ સંઘ સંસ્કૃતિનું અંગ ગણાય છે(ગણાતું હતું). 

·         સરસંઘચાલકપદ ડૉ.. લ. વા. પરાંજપેને સોંપીને વ્યક્તિગત રીતે એમણે બબ્બે સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ પણ વહોર્યો હતો. જેલમુક્તિ પછી ફરીને સરસંઘચાલકપદ પાછું સંભાળી લીધું હતું. ગાંધીજી સાથે હિંદુ-મુસ્લિમ એકતાના મુદ્દે મતભેદ ખરા, પણ ૧૯૩૪માં વર્ધામાં મહાત્માની સંઘ-શિબિરની મુલાકાત અને બીજા દિવસે બેઉ કોંગ્રેસી નેતાઓ વચ્ચેનો સંવાદ ખૂબ મહત્ત્વનો હતો. ડોક્ટરજી ૧૯૩૮ લગી કોંગ્રેસ સાથે રહ્યા.

No comments:

Post a Comment