મણિપુરના મહારાજાને નજરકેદ કરાયા અને હસ્તાક્ષર મેળવાયા
ગુજરાતનાં રાજવી પરિવારો સાથે પારિવારિક સંબંધ
ધરાવતા ત્રિપુરાના ‘મહારાજા’
પ્રદ્યોત માણિક્ય બર્મન
ડૉ.હરિ દેસાઈની લંડનથી પ્રકાશિત થતા “ગુજરાત સમાચાર”માં સાપ્તાહિક કટાર “ઈતિહાસનાં
નીરક્ષીર” ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૭
·
એ વેળા આસામના
રાજ્યપાલ અકબર હૈદરી હતા. એમણે મણિપુરનો મૂડ જાણવા એનો પ્રવાસ ખેડ્યા પછી
મહારાજાને શિલોંગ તેડાવ્યા. મહારાજા સામે જોડાણ કરારનામું રજૂ કર્યું, પણ મહારાજા એના પર હસ્તાક્ષર કરવા નન્નો
ભણી રહ્યા હતા. એમણે તો મણિપુરને સ્વતંત્ર જ રાખવું હતું. રાજ્યપાલ હૈદરીએ નાછૂટકે
મહારાજાને નજરકેદ રાખ્યા. અંતે રાજવીએ પેલા જોડાણ કરાર પર હસ્તાક્ષર કર્યાં. એ
બનાવને પગલે મણિપુરનાં કેટલાંક ભાગલાવાદી સંગઠનો જોડાણ કરારને ગેરકાયદે અને
ગેરબંધારણીય માને છે.
·
જોકે, ત્રિપુરાના મહારાજા વીર વિક્રમ ૧૭ મે
૧૯૪૭ના રોજ મૃત્યુ પામ્યા એટલે પન્નાના મહારાજાનાં રાજકુંવરી એવાં ત્રિપુરાનાં
મહારાણી કંચનપ્રભા દેવીએ પોતાના સાવ સગીર પુત્રનાં વડીલની જવાબદારી નિભાવતાં ભારત
સાથે જોડાણખત પર હસ્તાક્ષર કર્યા હતા. મણિપુર અને ત્રિપુરા બેઉ પ્રારંભમાં
ગુજરાતના કચ્છની જેમ જ ક-વર્ગનાં રાજ્યો બન્યાં હતાં અને સમયાંતરે ૧૯૭૨માં બંને
રાજ્યોને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. જોકે, અત્યારે ત્રિપુરાના ‘મહારાજા’ અને કોંગ્રેસ સમિતિના વડા પ્રદ્યોત માણિક્ય બર્મન ‘જોડાણ’ અને ‘વિલય’ના મુદ્દે ભારત સાથે વિવાદને તાજો કરી રહ્યા છે.
·
આવતા વર્ષે એટલે કે
૨૦૧૮ની શરૂઆતમાં આઠેય રાજ્યોમાં ભાજપના વડપણવાળા મોરચાની સરકારો સ્થપાઈ જાય એવી
વેતરણમાં સમગ્ર સંઘ પરિવાર છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી એણે જે મહેનત આદરી છે એ
જોતાં એને પોતાના મિશનમાં સફળતા મળે એવું લાગે છે.
No comments:
Post a Comment