Tuesday 6 October 2020

Presentation before GIC dated 9 August 2020

 

પત્રક્રમાંક : ૦૯૦૮/૨૦૨૦                                                            ૯ ઓગસ્ટ ૨૦૨૦   

પ્રતિશ્રી

ગુજરાત માહિતી આયોગ

કોર્ટ ક્રમાંક.

કર્મયોગી ભવન, બ્લોક-, બીજો માળ,

સેક્ટર ૧૦-, ગાંધીનગર ઈ-મેઈલ: commi-gic@gujarat.gov.in

વિષય: માહિતી આયોગમાં અપીલ ક્રમાંક. અ-૨૨૬૯-૨૦૧૯ના સંદર્ભમાં આપના તા,૪-૮-૨૦૨૦ના

        આદેશમાં ન્યાયિક  સુધારાના અનુરોધસહ  રજૂઆત.

માનનીયશ્રી,

ઉપરોક્ત સંદર્ભમાં અમારી આપની કોર્ટ સમક્ષની રજૂઆતને ગ્રાહ્ય રાખીને અને તમામ પક્ષોને ચકાસીને આપના થકી થયેલા આદેશો અમને મળ્યા છે. એ બદલ આભારની લાગણી  વ્યક્ત કરું છું. સાથે જ આયોગના ધ્યાને એક બહુ જ મહત્વની બાબત મૂકવાની રજા લઉં છું જેથી પાડાના વાંકે  પખાલીને ડામ દેવા જેવા સંજોગો અન્વયે કોઈકને અજાણતાં અન્યાય થાય નહીં.

(૧) આપના ચુકાદાના મુદ્દા: ૫ (પાંચ)માં આપે નોંધ્યું છે કે “વિવાદીશ્રીને માહિતી આપવામાં નિષ્ફળતા બદલ શ્રી જીવણભાઈ ભોય, જાહેર માહિતી અધિકારી અને સેક્શન અધિકારી, ગુજરાત યુનિવર્સિટી, એકેડેમિક વિભાગને જવાબદાર ગણી માહિતી અધિકાર અધિનિયમની કલમ-૨૦(૧) અન્વયે રૂ.૧૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પૂરા)નો દંડ કરવામાં આવે છે.” શ્રી.ભોયના સંદર્ભમાં અમારે કોઈ લાગણી કે લેવાદેવા નથી, પરંતુ અમને જાહેર માહિતી અધિકારી, ગુજરાત યુનિવર્સિટી, એકેડેમિક વિભાગ, તરફથી  જે પત્રો પ્રાપ્ત થતા રહ્યા છે અને આપના આ અંતિમ ચુકાદા પછી પણ જે પત્ર પ્રાપ્ત થયો છે તેના પરની સહી શ્રી ભોયની જણાતી નથી. (બિડાણ:૧) આ જોતાં માત્ર શ્રી ભોય મારફતે આ સહીની ચકાસણી કરી કયા જાહેર માહિતી અધિકારીની સહી છે તેની ચકાસણી કરવી જોઈએ એવું મારું અંગત માનવું છે.

(૨) જાહેર માહિતી અધિકારી, એકેડેમિક વિભાગ, ગુજરાત યુનિવર્સિટી તરફથી જે પત્રો મને મોકલવામાં આવ્યા છે તેની સ્વપ્રમાણિત નકલો આપના ધ્યાન અને કચેરીના ઉપયોગ માટે સામેલ છે, જેથી લાગતાવળગતા યોગ્ય અધિકારી ઉપર ઉચિત  દંડાત્મક કાર્યવાહી કરવાનું સરળ રહે.

(૩) ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલા યુનિવર્સિટીના તા.૧૭-૬-૨૦૨૦ના તા.૧૭-૬-૨૦૨૦ના નોટિફિકેશન ક્રમાંક:આર/૧૩૧/૨૦૨૦ મુજબ, ગુજરાત યુનિવર્સિટીના એકેડેમિક વિભાગના જાહેર માહિતી અધિકારીશ્રી પી.એમ.જોશી, નાયબ રજિસ્ટ્રાર,  છે. આ નોટિફિકેશનની સ્વપ્રમાણિત નકલ આ સાથે સંલગ્ન છે. (બિડાણ:૨)

(૪) તા.૨૭-૭-૨૦૨૦ના રોજ સુનાવણીની મુદતમાં આયોગે ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી (એકેડેમિક વિભાગ)ની અનુપસ્થિતિ અંગે લીધેલી ગંભીર નોંધ સંદર્ભે  ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી (એકેડેમિક વિભાગ) તરફથી આયોગને પાઠવાયેલા પત્રક્રમાંક:એકેડેમિક/૪૧૯૫૦/૨૦૨૦ તા.30-૭-૨૦૨૦ની નકલ મને તા.૭-૮-૨૦૨૦ના રોજ પ્રાપ્ત થઇ હતી.(બિડાણ: ૩).

આ પત્રમાં જાહેર માહિતી અધિકારીએ નોંધ્યું છે: “કોરોના પેન્ડેમિક પરિસ્થિતિ ધ્યાને લઇ હાલ યુનિવર્સિટીની ગાડી તથા ડ્રાયવરનો શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આથી તા. ૨૭-૦૭-૨૦૨૦ની મુદતમાં હાજર રહી શકેલ નથી. વધુમાં અરજદારશ્રીએ માંગેલ તમામ માહિતી અપાઈ ગયેલ છે.જેની નોંધ લેવા વિનંતી છે.”

“હાલની કોવિડ ૧૯ નોવેલ કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ અપીલ અંગેની સુનાવણી ઓનલાઈન વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવા માટે રોલાવાલા કોમ્પ્યુટર વિભાગમાં વ્યવસ્થા કરેલ છે. જેની નોંધ લેવા વિનંતી છે.”

ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારીશ્રી,એકેડેમિક વિભાગ, ગુજરાત હાઇકોર્ટના માન.મુખ્ય ન્યાયાધીશશ્રીના તા.૨૭-૦૭-૨૦૨૦ના પ્રત્યક્ષ હાજર રહીને અદાલતી સુનાવણી કરવા અંગેના પરિપત્ર (બિડાણ:૪) અને આયોગની પણ  તોહીન કરવા ઉપરાંત અરજદારશ્રીએ માંગેલ  તમામ માહિતી અપાઈ ગયેલ હોવાનું નર્યું જૂઠાણું રજૂ કરીને આયોગને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.  ઉપરાંત માનનીય  આયોગને ફરમાવવાની ગુસ્તાખી પણ કરે છે કે તમારે ઓનલાઈન વિડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવી.

 

ઉપરોક્ત વિગતો અને દસ્તાવેજોને ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારીશ્રી,એકેડેમિક વિભાગ, શ્રી પી.એમ.જોશીને વિવાદીને માહિતી આપવામાં નિષ્ફળતા ઉપરાંત માહિતી આયોગને ગેરમાર્ગે દોરવા સહિતની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ બદલ દંડ ઉપરાંત ખાતાકીય તપાસના આદેશ આપવા અંગેનો યોગ્ય સુધારો આપના ઉપરોક્ત ચુકાદામાં કરવાનો સાદર અનુરોધ છે.  

લિ. આપનો વિશ્વાસુ,

 (ડૉ.હરિ હેમરાજભાઈ દેસાઈ)

૧૦૩, નેહદીપ અવેન્યૂ, પ્રિયદર્શિની ટાવર સામે,

મધર મિલ્ક પેલેસ શેરી, જજીસ બંગલા,

                                        અમદાવાદ ૩૮૦૦૧૫ ફોન: ૯૮૯૮૫૪૩૮૮૧  

 

બિડાણ : (૧) જાહેર માહિતી અધિકારી, ગુજરાત યુનિવર્સિટી, એકેડેમિક વિભાગ, તરફથી મળેલા  પત્રો

         (૨) ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ તા.૧૭-૬-૨૦૨૦ના નોટિફિકેશન ક્રમાંક:આર/૧૩૧/૨૦૨૦

         (૩) ગુજરાત યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારી,એકેડેમિક વિભાગનો પત્રક્રમાંક: એકેડેમિક/ ૪૧૯૫૦/

             ૨૦૨૦ તા.30-૭-૨૦૨૦

         (૪) ગુજરાત હાઇકોર્ટના માન.મુખ્ય ન્યાયાધીશશ્રીના તા.૨૭-૦૭-૨૦૨૦ના પ્રત્યક્ષ હાજર રહીને અદાલતી

            સુનાવણી કરવા અંગેનો પરિપત્ર

No comments:

Post a Comment