Wednesday 15 February 2017

મોદીયુગના દીનદયાળ વર્ષમાં અખંડ ભારતનો એજન્ડા
અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ
  • ·         વડા પ્રધાન સહિતનાના આસ્થા-પ્રેરણાસ્થાનના શતાબ્દી વર્ષની સપ્ટેમ્બર લગી ઊજવણી
  • ·         કૉંગ્રેસી તરીકે ૧૯૨૯માં પહેલીવાર ધારાસભામાં પ્રવેશેલા ડૉ.મુકરજીના અનન્ય સંઘપ્રચારક-સાથી
  • ·         નાનાજીની માંગણી મુજબ ત્રણ ન્યાયાધીશોનું પંચ દીનદયાળહત્યાના રહસ્યને ઉકેલે તો ગનીમત
  • ·         અખંડ ભારતના સમર્થકોમાં સંઘપરિવાર ઉપરાંત મુનશીથી લઈને મહાત્મા સુધીનાને મૂકવા પડે
  • ·         લશ્કરવિહોણી સરહદોનું નિર્માણ કરવાના આદર્શમાં ગાંધીજી, લોહિયા અને દીનદયાળ સંમત હતા


જૈન ફિલસૂફીમાં અનેકાંતવાદનું મહાત્મ્ય છેભારતીય સંસ્કૃતિના મૂળમાં જ એક જ સત્યને અનેક દૃષ્ટિએ રજૂ કરવાની વિચાર-પ્રવૃત્તિ અપેક્ષિત છેલોકશાહીનો એ જ તો આત્મા છે. આગામી ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો તેમજ શિક્ષણ સંસ્થાઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની શતાબ્દીના નામે એમના આચાર-વિચારનું વર્ષ ઊજવાશેવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સાંસદ રહેલા ડૉ. મહેશચંદ્ર શર્માના નેતૃત્વમાં કાર્યરત એકાત્મ માનવ પ્રતિષ્ઠાન અને દીનદયાળ શોધ સંસ્થાનના પ્રયાસોના ફળસ્વરૂપ પ્રભાત પ્રકાશને તૈયાર કરેલા ૧૫ ગ્રંથોના સંપૂર્ણ વાડ઼ગ્મયનું લોકાર્પણ કર્યું હતુંવડા પ્રધાન મોદી જ નહીંસંઘ-જનસંઘ-ભાજપ અને સંઘ પરિવારનાં તમામ સંગઠનો માટે પંડિત દીનદયાળ આસ્થા અને પ્રેરણાનું સ્થાન છે.

 કૉંગ્રેસી ધારાસભ્ય તરીકે ૧૯૨૯માં પહેલીવાર બંગાળની ધારાસભામાં પ્રવેશેલા ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી સમયાંતરે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ થયા૨૩ માર્ચ ૧૯૪૦ના રોજ લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાન ઠરાવરજૂ કરનાર બંગાળના પ્રીમિયર ફઝલુલ હકના વડપણવાળી બંગાળ સરકારમાં ૧૯૪૧-૪૨ દરમિયાન ડૉ. મુકરજી નાણાં પ્રધાન હતાઆશ્ચર્ય પામવાની જરૂર નથી કારણ હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકારોનો યુગ પણ બ્રિટિશ ઈન્ડિયાએ નિહાળ્યો છે. હિંદુ મહાસભાથી અલગ થઈને ડૉ. મુકરજી કોંગ્રેસી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વડપણવાળી પ્રથમ સ્વતંત્ર ભારત સરકારમાં ઉદ્યોગ પ્રધાન હતાએ સરકારમાંથી નેહરુ-નૂન સમજૂતી-કરારમાં પૂર્વ પાકિસ્તાનના હિંદુઓના હિતની ઉપેક્ષા થઈ રહ્યાના મુદ્દે એમણે રાજીનામું આપ્યું. ‘હિંદુરાષ્ટ્રસામે વિરોધ નોંધાવતાં પત્રકાર પરિષદને સંબોધનાર ડૉ. શ્યામાબાબુએ હિંદુ રાષ્ટ્રના આગ્રહી આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (શ્રી ગુરુજી)ના સક્રિય સહયોગમાં કૉંગ્રેસવિરોધી રાજકીય મંચ એવા ભારતીય જનસંઘની ૧૯૫૧ના ઓક્ટોબરમાં સ્થાપના કરી. એના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાશ્રી ગુરુજીએ એમને મજબૂત વિચારક અને પ્રચારક એવા પંડિત દીનદયાળ આપ્યાદીનદયાળ છેક ૧૯૬૭ લગી જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા જમ્મુ-કાશ્મીરના પ્રીમિયર શેખ અબદુલ્લાની જેલમાં ૧૯૫૩માં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા શ્યામાબાબુના અનન્ય સાથી અને ડિસેમ્બર ૧૯૬૭માં જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા પંડિત દીનદયાળ પણ ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ની રાતે અપમૃત્યુને ભેટ્યા. મુઘલસરાઈ રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પરથી તેમની લાશ મળી હતીઆજ લગી એમનું મૃત્યુ-રહસ્ય અકળ રહ્યું છેપણ આજે દેશ તથા વિવિધ રાજ્યોમાં સત્તાસ્થાને પહોંચેલા ભાજપની વિચારધારાનું ઘડતર પંડિત દીનદયાળને આભારી છેડૉ. શ્યામાબાબુએ કહ્યું હતું : મને દીનદયાળ જેવા વધુ બે કર્મઠ કાર્યકર્તા મળી જાય તો હું દેશની શકલ બદલી નાંખું.’ સંઘના વરિષ્ઠ પ્રચારક રહેલા અને દિલ્હીસ્થિત  દીનદયાળ શોધ સંસ્થાનના સંસ્થાપક રહેલા સ્વ.નાનાજી દેશમુખની માંગણી મુજબ, વડા પ્રધાન મોદી આવતા વર્ષમાં ત્રણ ન્યાયાધીશોની પૂર્ણ તપાસ સાથે દીનદયાળ હત્યાના રહસ્યને ઉકેલવાનું શક્ય બનાવે તો વર્ષની ઉજવણી લેખે લાગી ગણાય.

હમણાં દીનદયાળ ઉપાધ્યાય : સંપૂર્ણ વાડ઼ગ્મયના તમામ ૧૫ ગ્રંથો જોઈ જવાનું શક્ય બન્યું.અગાઉ સંઘના વરિષ્ઠ પ્રચારક અને સાંસદ રહેલા નાનાજી દેશમુખ સાથેના અંતરંગ સંબંધને કારણે દીનદયાળજીની અનેક વણકહી વાતો જાણવા મળી હતીજનસંઘ-ભાજપ માટે પાયાના પથ્થર ગણી શકાય એવાં બે વ્યક્તિત્વો ડૉ. શ્યામાબાબુ અને પંડિત દીનદયાળ હવે તો ભાજપી કાર્યક્રમોમાં માત્ર મંચની પાછળના બૅનર પર છબિ તરીકે અંકાઈ જવા પૂરતાં સીમિત થઈ ગયાં છે. એવા સમયે વડા પ્રધાન અને સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી તથા ડૉ. મહેશચંદ્ર શર્માના પ્રતાપે બેઉ વ્યક્તિત્વોમાંથી મહત્ત્વના વિચારક એવા દીનદયાળના સાદગીભર્યા વ્યક્તિત્વ અને સમૃદ્ધિભર્યાં વિચારનો પરિચય આવતા વર્ષ દરમિયાન સામાન્યજનને મળશેપંડિત દીનદયાળને સમજીને આચરણમાં મૂકવામાં આવે તો ગાંધીજીના સર્વોદયની કલ્પના અને પંડિતજીના એકાત્મ માનવવાદની કલ્પના એકાકાર થઈને સામાન્ય જનતાને સ્વાભિમાની અને આપબળે વિકાસ સાધવા  પ્રેરે એવો સુગમ સંગમ યોજાયઅત્યાર લગી સંઘ વિરુદ્ધ ગાંધીવિચારને મૂકીને સમાજને થયેલા નુકસાનની ભરપાઈ થવાનો માહોલ આ વર્ષ દરમિયાન રચી શકાશેએટલે જ સવિશેષ જવાબદારી ડૉ. મહેશચંદ્ર શર્મા અને પંડિત દીનદયાળના વિચારને વરેલા કાર્યકરોને શિરે આવે છેજેથી દીનદયાળ શતાબ્દી વર્ષની ઊજવણી માત્ર વિધિ-વિધાન બનીને ના રહે.

હમણાં ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારના વરિષ્ઠ પ્રધાન આઝમ ખાને કહેલા શબ્દોનું પણ આ તબક્કે સ્મરણ થવું સ્વાભાવિક છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એનો શહેનશાહ (વડા પ્રધાન મોદીતૈયાર કર્યા પછી હવે પોતાનો અનામતવિરોધી અને બીજો એજન્ડા લાગુ કરવાની દિશા પકડી છે.’ આઝમ ખાન ખૂબ સૂચક શબ્દોમાં વાતને મૂકે છેઅભ્યાસી છે. ભણેલાગણેલા છેવિવાદસર્જક નિવેદનો કરવા માટે જાણીતા છેક્યારેક સુપ્રીમ કોર્ટે એમને માફી માગવાની પણ ફરજ પાડી છેઉત્તર પ્રદેશમાં મુસ્લિમ વસ્તી ઘણી છેમુલાયમ સિંહની અને હવે અખિલેશની સમાજવાદી પાર્ટીને આઝમ ખાન જેવાનો ખૂબ ખપ છેસંઘની મુસ્લિમવિરોધી છબિ ચમકાવવા ઉપરાંત બિહાર ચૂંટણી પૂર્વેના સંઘના સુપ્રીમો ડૉ. મોહનરાવ ભાગવતના અનામત વિશેના નિવેદનને એ આગળ કરવાનું ભૂલતા નથી.

જોકેસંઘનો એજન્ડા એટલે કયો એજન્ડા એ પ્રશ્ન થવો સ્વાભાવિક છેરામમંદિર બાંધવાનો, સમાન નાગરી ધારાના અમલનો કે પછી વિકાસના સ્તરને ઊંચે લાવવા માટેનો ચૂંટણીઢંઢેરો તો ભાજપ બહાર પાડે જ છેહવે દીનદયાળને અભિપ્રેત એજન્ડા હાથ ધરી શકાશે કે કેમ એ આવતા વર્ષમાં ચર્ચાનું કેન્દ્ર બનશેદીનદયાળનું ફોકસ એકાત્મ માનવવાદ અને અખંડ ભારત છેએને જનસામાન્ય સુધી પહોંચાડવાની જાગૃતિ લવાશે.

અખંડ ભારતના સમર્થકોમાં સંઘ પરિવાર ઉપરાંત કમામુનશીથી લઈને મહાત્મા ગાંધી સુધીનાને મૂકવા પડેસરદાર પટેલ તો મુનશીને “અખંડ ભારતવાદી” લેખાવતા હતાકારણ એ પણ અખંડ ભારત માટે ઝુંબેશ ચલાવતા હતાસરદાર પટેલ અને નહેરુએ બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનની દરખાસ્તને સૌ પ્રથમ સ્વીકારી હતીગાંધીજીએ તો નાછૂટકે આ બે નેતાઓએ આપેલા વચનને ખાતર એને મંજૂર કરવા કૉંગ્રેસ મહાસમિતિને અનુરોધ કર્યો હતોઅન્યથા મોહમ્મદ અલી ઝીણાને વડા પ્રધાન બનાવીને પણ ગાંધીજી વિભાજન ટાળવાના પક્ષે હતાઆ વાસ્તવિક્તા છેછતાં આજકાલ ઈતિહાસમાં અનેકાંતવાદનાં સવિશેષ દર્શન થાય છેસૌ પોતપોતાને અનુકૂળ ઈતિહાસ લખવાવાંચવાકહેવાની મોકળાશ ધરાવે છે.
આવા સંજોગોમાં પંડિત દીનદયાળની અખંડ ભારતની કલ્પનાને અધિકૃતપણે મૂકી શકે એવા ડૉ. મહેશચંદ્ર શર્માને અમે પૂછ્યું અને એમનો ઉત્તર રસપ્રદ હતોઃ અખંડ ભારતમાં આસ્થાનું નિર્માણ કરીએદીનદયાળજી અને ડૉલોહિયાએ ત્રણ મુદ્દા આગળ ધર્યા હતા.ભારત-પાક મહાસંઘની રચના કરીએ. (આજે સાર્ક-દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન કાર્યરત છે). લશ્કરવિહોણી સરહદોનું નિર્માણ કરીએ. (ગાંધીજીના  એ આદર્શને  ઉટોપિયા ગણનારાઓમાં સરદાર પટેલ પણ હતા). ભારતપાકિસ્તાન અને બાંગલાદેશમાં અખંડ ભારતમાં આસ્થામાં નિષ્ઠા-વિચારને દ્રઢ બનાવાય૧૯૭૧માં બાંગલાદેશ બન્યું એ પૂર્વે એ પૂર્વ પાકિસ્તાન હતું.


આવતા વર્ષમાં પંડિત દીનદયાળની શતાબ્દી ઊજવણીની સાથે સાથે એમના અખંડ ભારતના સ્વપ્નને પણ જનસામાન્યની સ્વીકૃતિ સુધી ચર્ચામાં લવાય એ જરૂરી છે. પૂર્વ અને પશ્ચિમ જર્મની તેમજ ઉત્તર અને દક્ષિણ યમનના એકીકરણના ઘટનાક્રમ અને ઉત્તર-દક્ષિણ કોરિયાના ઈલુ-ઈલુની ચર્ચા પણ થશેફરી અખંડ ભારત અસ્તિત્વમાં આવે તો મહર્ષિ અરવિંદનો આત્મા ય આશીર્વાદ આપશે.                  ઈ-મેઈલ  : haridesai@gmail.com

No comments:

Post a Comment